મતદાન મથક માટે જિલ્લાની 1600 સ્કૂલના બિલ્ડિંગ લેવાશે - At This Time

મતદાન મથક માટે જિલ્લાની 1600 સ્કૂલના બિલ્ડિંગ લેવાશે


સૌરાષ્ટ્રની સરકારી-ગ્રાન્ટેડ કોલેજો પણ ચૂંટણી કામગીરીમાં લેવાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર જુદી જુદી ચૂંટણીલક્ષી કામગીરી તેજ ગતિથી કરી રહ્યું છે. આગામી 1 ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે રાજકોટ જિલ્લાની અંદાજિત 1600 જેટલી શાળાના બિલ્ડિંગ ચૂંટણી કામગીરી માટે લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સરકારી પ્રાથમિક શાળાના 800 બિલ્ડિંગ સહિત કુલ 1600 શાળામાં મતદાન મથક બનાવાશે. સરકારી પ્રાથમિક, ગ્રાન્ટેડ શાળાઓ અને કેટલીક ખાનગી શાળાના બિલ્ડિંગ પણ મતદાન મથક માટેની કામગીરી માટે લેવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.