“પોલીસ પ્રજાનો ખરા અર્થમા મિત્ર છે”તે ઉક્તિને સાર્થક કરવા ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો ના પ્રશ્નો સાંભળવા હલ કરવા ડેલીગેટશ્રી સરપંચશ્રી, ઉપસરપંચો તથા આગેવાનોને બોલાવી લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું.
“પોલીસ પ્રજાનો ખરા અર્થમા મિત્ર છે"તે ઉક્તિને સાર્થક કરવા ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો ના પ્રશ્નો સાંભળવા. હલ કરવા ડેલીગેટશ્રી સરપંચશ્રી, ઉપસરપંચો તથા આગેવાનોને બોલાવી લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું.
આઈ.જી.પી.શ્રી જે આર મોથલીયા સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રકાશ પ્રજાપતિ નાઓના સત્તત માર્ગદર્શન હેઠળ "પોલીસ પ્રજાનો ખરા અર્થમા મિત્ર છે” તે ઉક્તિને સાર્થક કરવાના ઉદેશ્યથી પોલીસ તથા પ્રજા વચ્ચે વિશ્વાસ ભર્યા સંવાદ સ્થપાય તે હેતુસર આજરોજ ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામોના તાલુકા પંચાયતના સદસ્ય તથા સરપંચો ઉપ સરપંચો તથા આગેવાનોની મીટીંગ ધંધુકા પોલીસ સ્ટેશનના પ્રોગણમા યોજવામાં આવેલ હતી. જે મીટીંગનો મુખ્ય ઉદ્દેશ ગામમાં પોલીસ વિભાગને લગતી કોઈ રજુઆત હોય તો રજુઆત કરવા તથા લોકસંપર્ક સ્થાપવા અને અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા માટેનો ઉદ્દેશ રહેલ હતો. સદર મીટીંગમાં તમામ પધારેલ તાલુકા પંચાયતના સદસ્ય તથા સરપંચો/ઉપ સરપંચો તથા આગેવાનો નો પરીચય મેળવી તેઓના ગામની અંદર ખેડુતોને પાકની સીઝનમા ભેલાણ અંગેના તથા ખેતી વિષયક બિજા પ્રશ્નો તથા જમીન,મકાન, પાણી,રસ્તાના, પોલીસ વિભાગના પ્રશ્નો સાથે સાથે ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ તેમજ ક્લેક્ટરશ્રીના જાહેરનામાની સમજ, સી.સી.ટી.વી કેમેરાનુ ગામમા મહત્વ, ભાડુઆતની નોંધણી તથા પોલીસ પેટ્રોલીંગ, ટ્રાફીકની અસરકારક કામગીરી, પ્રોહી જુગાર ની પ્રવુતી અટકાવવા વિગેરે મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે સાથે ઉપસ્થિત ડેલીગેટશ્રીઓ/સરપંચ શ્રીઓને પોતાની રજુવાત કરવા જણાવતા બાજરડા તથા મોટા ત્રાડીયા ગામ સીમ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારવા, રંગપુર તથા બાજરડા ગામની સીમ વિસ્તારમા ધોડેસવાર પાર્ટીને મુકવા બાબતની અજુઆત થયેલ તથા ધંધુકા ટાઉનમા મેઇન બજારમા ટ્રાફીકની સમસ્યા બાબતે રજુઆત થયેલ હોય જે બાબતે પોલીસ વિભાગ તરફથી તાત્કાલીન કાર્યવાહી કરવાની ખાત્રી આપેલ હતી અને ઉપરોક્ત મીટીંગ પોલીસ પ્રજાનો સેતુ સ્થાપાય તેઓ હેતુ રહેલ હતો તેમજ સાથે સાથે ગામમાં વ્યાજ વટાવના દુષણો હોયતો પોલીસને ખાનગીમાં જણાવા જણાવેલ હતુ આમ મીટીગમા પો.સ્ટેના તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના પર્સનલ નંબરો આપી તેના ઉપર કોઇ પ્રશ્ન કે સમસ્યા હોય જાણ કરવા જણાવેલ હતુ,
આમ ઉપરોક્ત મિંટીંગ ધંધુકા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી.ગોજીયાના અધ્યક્ષ સ્થાને મિટીગનુ આયોજન કરવામા આવેલ જેમા જીલ્લા પંચાયત સદસ્યો તથા તાલુકા પંચાયતના સદસ્યો તથા વિવિધ ગામનાસરપંચો/ઉપરસપંચો તથા આગેવાનો હાજર રહ્યા હતા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.