રાણી ટાવર પાસે પાનની દુકાનનો ધંધાર્થી મનીષ ચાવડા ટી20 વર્લ્ડકપની મેચ પર સટ્ટો રમતો પકડાયો - At This Time

રાણી ટાવર પાસે પાનની દુકાનનો ધંધાર્થી મનીષ ચાવડા ટી20 વર્લ્ડકપની મેચ પર સટ્ટો રમતો પકડાયો


શહેરના કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવેલી આશાપુરા પાનની દુકાન ધરાવતો શખ્સ પોતાના મોબાઈલમાં ટી-20 વર્લ્ડકપની રમાઈ રહેલી મેચ પર સટો રમાડતો હોવાની બાકીના આધારે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે રેડ પાડી પાનની દુકાનમાં ધંધાર્થીને પકડી પાડ્યો હતો.તેમજ તેમને આઈડી આપનાર શખ્સને પણ સકંજામાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે.
બનાવની વધુ વિગતો મુજબ,ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ કે.ડી.પટેલ,હેડકોન્સ્ટેબલ દેવશીભાઈ ખાંભલા,વિજયરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા અને મહેશભાઈ ચાવડા સહિતનો સ્ટાફ પોતાના ખાનગી વાહનમાં કાલાવડ રોડ પર પેટ્રોલિંગમાં હતો ત્યારે મહેશભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આશાપુરા પાનની દુકાન ચલાવતા મનીષ જગદીશભાઈ ચાવડા(રહે.પુષ્કરધામ મેઇન રોડ કુમકુમ સોસાયટી શેરી નંબર 1)વાળો પોતાના મોબાઈલમાં ક્રિકેટના આઈડી માં હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી20 વર્લ્ડ કપ ની મેચ યુએઈ અને શ્રીલંકા વચ્ચેની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોય તેને પૂછપરછ કરી તેનો મોબાઇલ જબત કર્યો હતો. ત્યારબાદ મનીષને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરતા આઈડી અંગે કબુલાત આપી હતી કે,તેમને આ ક્રિકેટનું આઈડી ઇઝી બેકરીમાં નોકરી કરતા અમિત માવાણીએ આપ્યું છે જેથી ક્રાઇમબ્રાન્ચના સ્ટાફે અમિત માવાણીની પણ ધરપકડ કરી હતી તેનો મોબાઈલ જપ્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.