દુધાળા ૧૦ દિવસીય જળ ઉત્સવ સમાપન કરતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા
દુધાળા ૧૦ દિવસીય જળ ઉત્સવ સમાપન કરતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા
લાઠી તાલુકા ના દુધાળા હેત ની હવેલી ખાતે ગત ૧૫/૧૧/૨૩ થી મહામાહિમ આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી સહિત રાજ્ય ના અનેકો મંત્રી ઓની ઉપસ્થિતિ માં પ્રારંભયેલ "જળ ઉત્સવ" આજરોજ તા ૨૫/૧૧/૨૩ ના રોજ સમાપન પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "જળ ઉત્સવ" દસ દિવસીય દિવ્ય અને ભવ્ય જળ મહોત્સવ દરમ્યાન
દેશભર માંથી અનેકો મહામાહિમ મુખ્ય મંત્રી શ્રી ઓ વિદ્વાન વક્તા ઓ મોટીવેશનલ સ્પીકરો સાહિત્ય કારો દ્વારા રંગારંગ કાર્યક્રમો માં લાખો લોકો એ મુલાકાત લીધી
જળ ઉત્સવ માં વોટર રાઈડ વોટર શો વોર્સ શો સહિત ના કાર્યક્રમો નિહાળી આફરીન થતા લોકો વાહ વાહ નો ઉદગાર વ્યક્ત કર્યો હતો
વેરાન વગડા ને નંદનવન બનાવી એક ઉત્તમ પર્યટક સ્થળ તરીકે વિકસાવી દેનાર ધોળકિયા ફાઉન્ડેશન ના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ "જળ ઉત્સવ" સમાપન કરાવ્યું હતું
જળ ઉત્સવ દરમ્યાન યોજાયેલ અસંખ્ય કાર્યક્રમો માં પર્યાવરણ પ્રકૃતિ જીવદયા પ્રાકૃતિક કૃષિ વ્યસન મુક્તિ સયુંકત કુટુંબ ભાવના સહિત ના સદેશો આપતા રંગારંગ કાર્યક્રમો ના માધ્યમ થી લાખો લોકો સુધી જાગૃતિ પ્રેરક સદેશ પહોંચ્યો હતો
પૃથ્વી ઉપર કુદરત ની અનુપમ ભેટ એટલે જળ જળ એજ જીવન જળ ઉત્સવ દ્વારા જળ ની મહત્તા દર્શાવાય હતી જળ ઉત્સવ ના દસ દિવસીય સફળ કાર્યક્રમ થી લાઠી તાલુકા નું દુધાળા એક નવા પર્યટક સ્થળ તરીકે વિકસી આવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.