સિંચાઈનું પાણી ન મળતાં લીંબડી તાલુકા ના શિયાણી ગામ ની કેનાલમાં ખેડૂતો ની રામધૂન - At This Time

સિંચાઈનું પાણી ન મળતાં લીંબડી તાલુકા ના શિયાણી ગામ ની કેનાલમાં ખેડૂતો ની રામધૂન


સિંચાઈનું પાણી ન મળતાં લીંબડી તાલુકા ના શિયાણી ગામ ની કેનાલમાં ખેડૂતો ની રામધૂન

સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી તાલુકાના શિયાણી ગામે ચોમાસામાં અતિ ભારે વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકશાન થયુ છે. પાક નુકશાન બાદ સર્વેમાં પણ ધાંધીયા થયા હતા ત્યારે તાલુકાઓ માં તો વાવેતર પણ થવા લાગ્યા છે. ત્યારે લીંબડી તાલુકામાંથી પસાર થતી માઈનોર કેનાલોમાં હજુ સુધી પાણી ન છોડવામાં આવતા શિયાણી પાસે ખેડુતોએ ખાલી કેનાલમાં બેસીને રામધુન બોલાવી હતી. સીંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે. આગળના ગામના ઝાંપોદડ, ખજેલી, ગામો માં ખેડૂતો દ્વારા પાણી રોકવામાં આવતુ હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. અને નર્મદા વિભાગ આ બાબતે તાકીદે કાર્યવાહી કરે તેવી માંગણી કરાઈ હતી.


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image