અસારવામાં આવેલી મામલતદાર કચેરીમાં માટે ધો.10 અને 12ના પરિણામ પછી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયા માટે જરૂર પડતી વિદ્યાર્થીઓએ બક્ષીપંચ, બિનઅનામત, ઈડબ્લ્યુએસ, લઘુમતી અને વિચરતી જાતિના સર્ટિફિકેટ માટે હજારો ની લાઈન
ધો.10 અને 12ના પરિણામ પછી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓએ બક્ષીપંચ, બિનઅનામત, ઈડબ્લ્યુએસ, લઘુમતી અને વિચરતી જાતિના સર્ટિફિકેટની જરૂર પડે છે. આ તમામ સર્ટિફિકેટ અસારવા ખાતેની કલ્યાણ કચેરીથી મળતા હોવાને લીધે છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજ 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચાર-ચાર કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.
મામલતદાર કચેરીએથી પણ આ સર્ટિફિકેટ મળી શકે છે. પરંતુ અહીંથી લોકોને અસારવા ધકેલવામાં આવે છે. એક વિદ્યાર્થીએ કહ્યું, સવારે 10 વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યા બાદ બપોરે 2 વાગ્યે ડોક્યુમેન્ટ જમા કરાવવાનો વારો આવે છે. એ પછી સર્ટિફિકેટ 3 દિવસે મળતું હોવાથી ધક્કા ખાવા પડે છે. એમાં પણ જો કોઈ ડોક્યુમેન્ટ ખૂટે તો ફરી 4 કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ નું કેહવું છે કે હેલ્પ ડેસ્ક મુકાય તો ધક્કા ખાવા ન પડે અને લોકોને ખબર પડે અને ટાઇમ બગડે નહી......... એટ ધીસ ટાઇમ ન્યુઝ અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.