અંગત જીવન ની ડાયરી ના વિચારો અંતર્ગત નુતન વર્ષ માં એક નવા વિચાર સાથે પ્રથમ પોસ્ટ - At This Time

અંગત જીવન ની ડાયરી ના વિચારો અંતર્ગત નુતન વર્ષ માં એક નવા વિચાર સાથે પ્રથમ પોસ્ટ


આપણે એક એવા યુગમાં , એક એવી સદીમાં આગળ વધી રહ્યા છીએ જ્યાં સતત વ્યક્તિગત અને સામાજિક વિચારધારા માં પરિવર્તન આવી રહ્યું છે.... મોબાઈલ અને ઈન્ટરનેટ ની એ દુનિયા છે આ જ્યાં દરેક બાબતો હાથવગી છે... જેને આજની યુવાપેઢી મોર્ડન લાઈફ સ્ટાઈલ કહી રહી છે અને એ મોર્ડન લાઈફ સ્ટાઈલ ને અનુરૂપ પોતાની જાતને ફિટ કરવા સતત પ્રયત્નશીલ છે , સંઘર્ષ કરી રહી છે... જેની અસર વ્યક્તિગત જીવન , કૌટુંબિક વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા પર થાય છે.... *આ સમયે share with ? એક નવા પોઈન્ટ નો ઉદભવ થયો....*
આપણે દરેક એક સભ્ય સમાજમાં ઘરના સભ્યો થી લઈને સમાજવ્યવસ્થાના ભાગ રૂપે વિવિધ વર્ગ ના , વિવિધ ક્ષેત્રના અલગ અલગ માનસિકતા ધરાવતા માનસપટ સાથે જોડાયેલા છીએ... જેમાં *ઘણાંબધાં વિચારો નું આદાન પ્રદાન , વસ્તુઓની આપ લે , એકબીજા ના કપડાં થી લઈને ઘણું બધું share ( આપ લે ) કરતાં હોઈએ છીએ...* આ દરેક પરિસ્થિતિમાં ક્યારેક સંબંધો માં એવાઓ પ્રશ્ર્નો ઉદભવે છે કે *મારી જોડે share ( આપ લે ) કરવું....* હવે હાલની સ્વતંત્ર વિચારધારા યુગમાં આ એક પક્કડ સાબીત થાય છે.... માનવસહજ સ્વભાવે લાગણી હોવાથી આપણે ઈચ્છીએ કે મારૂં વ્યક્તિ , *મારૂં અંગત દરેક બાબત મારી જોડે જ share કરે પણ એ દરેક વખતે શક્ય નથી હોતું અને જ્યારે એ share ના કરે એટલે અણગમો પેદા થાય અને એમાંથી ગુસ્સા માં પરિવર્તન થાય અને વિખવાદ ઉભો થાય....* ખબર ના રહે તો મોટું સ્વરૂપ ધારણ થાય અને અબોલા પણ થઈ જાય અને સંબંધ મૃત અવસ્થામાં આવી જાય...
*Share with ? આ પ્રશ્નાર્થ ચિન્હ માં પતિ- પત્ની પણ હોય , મા - બાપ પણ હોય , ભાઈ - બહેન પણ હોય , મિત્રો પણ હોય , બુધ્ધિજીવી વ્યક્તિ પણ હોય , વડિલ પણ હોય....* દરેક વસ્તુ , દરેક વિચાર share કરવા એ વિચાર ને અનુરૂપ પાત્ર નક્કી થાય છે..... પતિ દરેક વાત પોતાની પત્ની ને કે પરિવાર ને કરે એ શક્ય નથી એ માટે મિત્રો ની પણ જરૂર પડે.... એ જ પ્રમાણે પતિ એવી અપેક્ષા રાખે કે મારી પત્ની બધુ જ મારી જોડે share કરે એ પણ શક્ય નથી કારણકે એ અમુક બાબતો એની બહેન કે સ્ત્રી મિત્ર જોડે share કરી શકે.... એટલે આજ ના જમાના માં આ share with ? આ મુદ્દો સમજવો જરૂરી છે અને આપણી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ ને પોતાની રીતે વ્યક્ત થવા દેવો જરૂરી છે , *દરેક બાબતો પોતાના જોડે જ વ્યક્ત કરે એવું મનમાં ન રાખવું જોઈએ તો જ સંબંધો માં મધુરતા જળવાઈ રહેશે....
અસ્તુ

From : Gautam Dave ( શિક્ષક )

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.