ધંધુકા માં દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો 78હજારના મુદ્દામાલ સાથે 3 શખ્સની ધરપકડ કરાઈ
ધંધુકા માં દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો 78હજારના મુદ્દામાલ સાથે 3 શખ્સની ધરપકડ કરાઈ
નાયબ પોલીસ અધિક્ષકની માહિતીના આધારે કરવામાં આવેલા રેડ દરમિયાન ધંધુકા વિસ્તારમાં દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે 78 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નાયબ પોલીસ અધિક્ષક વાગીશા જોષીના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે મદદનીશ પોલીસ અધિક્ષક અને તેમની ટીમે બાતમી આધારે મદદનીશ પોલીસ અધિક્ષક તેમના કોન્સ્ટેબલ કિશનભાઈ, જીગ્નેશભાઈ, નરેશભાઈ તથા યોગેન્દ્રસિંહ સાથે બાજરડા તરફથી આવતી ગાડીઓની તપાસ દરમિયાન એક કાર (નં. GJ 01 KX 6728) માં 55 લિટર દેશી દારૂ મળ્યો, જેની કિંમત રૂ. 11,000 સાથે ત્રણ શખ્સને ઝડપી પાડયા હતા.
પોલીસે સ્થળ પરથી સુમિત અલ્પેશભાઈ ડાભી (ઉ.વ. 18, રહે. ધંધુકા), કિશન ચંદુલાલ ગોહિલ (ઉ.વ. 34, રહે. ધંધુકા) અને ચમન ઉર્ફે બગગો મથુરલાલ મકવાણા (ઉ.વ. 39, રહે. બોટાદ)ની ધરપકડ કરી. પૂછપરછમાં દેશી દારૂની હેરાફેરી માટે આ શખ્સો જવાબદાર હોવાનું જાણવા મળ્યું.
પોલીસે આ કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને દારૂના જથ્થાને વહેંચવા માટે જવાબદાર અન્ય શખ્સોની શોધખોળ કરી રહી છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
