જસદણ તાલુકાના જુના પીપળીયા ગામે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રીન ડે ની ઉજવણી કરવામાં આવી
જુના પીપળીયા તાલુકા શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસના પ્રતિક રૂપે ગ્રીન ડે ની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓએ નેચર વોક કરીને પ્રકૃતિના ખોળે જઈને પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન બાબતે જાગૃતી લઈ તેને અટકાવવા અને જાળવવાના પ્રયાસો માટે માર્ગદર્શન પણ મેળવ્યું હતું વિદ્યાર્થીઓએ નેચર વોક દરમિયાન પશુ પક્ષી દર્શન, ખેડૂત મુલાકાત પણ લીધી હતી જળ સ્ત્રોત, ઉર્જા સંરક્ષણ, કચરાનું વ્યવસ્થાપન જેવી વિવિધ સપ્તાહની ઉજવણી કરી હતી જેમાં શાળાના 206 વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકો જોડાયા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.