આર્ટસ કોલેજ મોડાસા ભામાશા હોલ ખાતે કાયદા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આર્ટસ કોલેજ મોડાસામાં એન.એસ.એસ. અને વુમન ડેવલોપમેન્ટ સેલ અંતર્ગત અરવલ્લી જિલ્લા પોલીસ કચેરી દ્વારા કાયદાઓમાં થયેલા નવા સુધારા બાબતે પ્રોગ્રામ યોજાયો હતો. અરવલ્લી જિલ્લાના S.P. શેફાલીબેન બરવાલા, D.Y.S.P. સંજયભાઈ કેશવાળા, ટાઉન P.I. કે.ડી. ગોહિલ દ્વારા કાયદાઓમાં થયેલા સુધારાઓ અંગે વિસ્તૃત રીતે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, સાયબર P.I. અમિતભાઈ ચાવડાએ સાયબર ક્રાઇમ અંગે જાગ્રત કર્યા. મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ એ પણ ઉપસ્થિતિ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આર્ટસ કોલેજના આચાર્યશ્રી ડો.દીપકભાઈ જોષી એ પણ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં આર્ટસ કોલેજના અધ્યાપકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપીને કાર્યક્રમ નું સંચાલન એમ.બી.દેશમુખે કર્યો હતો
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.