જસદણની શ્રી આસ્થા સ્કૂલ તથા JPS સ્કૂલમાં 'સાયબર ક્રાઈમ' અવેરનેસ કાર્યક્રમ યોજયો - At This Time

જસદણની શ્રી આસ્થા સ્કૂલ તથા JPS સ્કૂલમાં ‘સાયબર ક્રાઈમ’ અવેરનેસ કાર્યક્રમ યોજયો


તા. ૦૬/૦૯/૨૦૨૪ શુક્રવારના રોજ શ્રી આસ્થા વિદ્યાલય અને જસદણ પબ્લિક સ્કૂલ જસદણ ખાતે સાયબર ક્રાઈમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જસદણ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પી.આઈ. તપન જાની સાહેબે ઉપસ્થિત રહી તેમના દ્વારા દિપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેઓનું સ્વાગત શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પી. આઈ તપન જાની દ્વારા વર્તમાન સમયમાં થઈ રહેલા અનેક પ્રકારના સાયબર ક્રાઈમ વિશેનું માર્ગદર્શન શાળાના 500 કરતાં વધું વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રોને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી લોકોમાં જાગૃતતા આવે અને અનેક પ્રકારના ક્રાઈમ થી કઈ રીતે બચી શકાય તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડયું હતું. જેથી શ્રી આસ્થા સ્કૂલ તથા JPS સ્કૂલે પી.આઈ. તપન જાનીનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.