કોડીનાર ડિવિઝનની કોડીનાર ડેપોની કોડીનાર-બગસરા રૂટની એસ.ટી.બસ તેજ સમયે ચાલુ કરાવવા ટિમ ગબ્બર ની રજુવાત
ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા નયનભાઈ જોશીને સ્થાનિક લોકો તરફથી રજુઆત મળેલ છે કે,કોડીનાર-બગસરા રૂટની એસ.ટી.બસ કોડીનારથી રોજ બપોરના ૨-૩૦ કલાકે ઉપડી સાંજના ૭થી ૭-૩૦આસપાસ બગસરા પહોંચતી હતી આ બસ છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવેલ છે આ બસ કોડીનાર ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે આ બસ કોડીનાર બગસરા છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરવામાં આવી છે કોડીનાર ડેપોમાં સ્ટાફની ઘટ હોવાનું કારણ આગળ ધરી બસ બંધ કરી દેવામાં આવેલ છે અને આ બસ કયારે ચાલુ થાય તે નક્કી નથી કોડીનાર ડેપોની આ બસ (૫) તાલુકાને જોડતી બસ છે કોડીનાર,તાલાલા,મેંદરડા,વિસાવદર,બગસરા પાંચ તાલુકાના પેસેન્જરો આ બસમાં મુસાફરી કરે છે તો આ બસ વહેલાંમાં વહેલી તકે ચાલુ કરાવી આપવા નમ્ર વિનંતી છે કોડીનાર થી પાંચ તાલુકાને જોડતી એક જ બસ હતી અને આ બસની કન્ડિશન પણ ખૂબ ભંગાર હાલતમાં હતી તો આ બસને રેગ્યુલર ચલાવવામાં આવે તેમજ આવક તેમજ જાવક માટે એક જ બસનો ઉપયોગ થાય છે તે બસ લોકોને ખુબજ ઉપયોગી છે અને તેને નિયમિત રીતે સમયસર ચલાવવા બાબતે અગાવ તા.૧૪/૦૪/૨૪ ના રોજ રજુઆત કરેલી હતી ત્યારબાદ થોડાદિવસ બસ ચાલુ કરવામાં આવેલ અને ફરીથી બંધ કરી દેવામાં આવેલ છે તે બંધ કરેલ એસ.ટી.બસ ફરીથી તે જ સમયે ચાલુ કરવા તથા નવી એસ.ટી.બસ ફાળવવા લોકોની તથા ટિમ ગબ્બરની જે માંગણી છે તે વ્યાજબી કારણની હોય તાત્કાલિક આ સમયે એસ.ટી.બસને ચાલુ કરી આપવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.