બળજબરીથી કઢાવી લેવાની તથા મારાં-મારીના ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી સોનગઢ પોલીસ - At This Time

બળજબરીથી કઢાવી લેવાની તથા મારાં-મારીના ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી સોનગઢ પોલીસ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌત્તમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક
શ્રી, હર્ષદ પટેલ સાહેબ નાઓએ બળજબરીથી કઢાવી લેવાની તથા મારા મારીના ગુન્હાઓને લગતી પ્રવૃતીઓમા સંડોવાયેલ
ઇસમો વિરુધ્ધ પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમા મોકલી આપવા માટે સુચના આપવામાં
આવેલ હતી જે અનુસંધાને શ્રી મીહીર બારીયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પાલીતાણા વિભાગ નાઓના માર્ગદર્શન
મુજબ સોનગઢ પોલીસ સ્ટેશન પો. સબ ઇન્સ. બી.બી.સોલંકી દ્વારા આંબલા ગામ, તથા સોનગઢ પો.સ્ટે. ના વિસ્તારમાં મારા
મારી તથા શરીર સંબંધી ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ અર્જુનસિંહ હકુભા ગોહીલ ઉવ-૩૨ રહે-આંબલા ગામ, દરબારગઢ, તા-
સિહોર, જી-ભાવનગર વાળા વિરુધ્ધ ગુન્હા રજીસ્ટર થયેલ હોય તેમજ મજકુર ઇસમ સતત શરીર સબંધી ગુન્હાહીત પ્રવૃતીમા
સંડોવાયેલ રહેતા હોય જેથી સોનગઢ પોલીસ દ્વારા મજકુર વિરુધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી
ભાવનગર નાઓ તરફ મોકલી આપવામા આવેલ હતી જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભાવનગર નાઓએ મજકુર ઇસમ વિરુધ્ધ
કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ જેથી મજકુર ઇસમની પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરવામા આવેલ અને
મજકુર ને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામા સફળતા મળેલ છે.
સામાવાળા
કામગીરી કરનાર ટીમ -
(૧) અર્જુનસિંહ હકુભા ગોહીલ ઉવ-૩૨, રહે-આંબલા ગામ, દરબારગઢ, તા-સિહોર, જી-ભાવનગર
પો.સબ.ઇન્સ. શ્રી બી.બી.સોલંકી સાહેબ તથા સોનગઢ પોલીસ સ્ટાફના પો.હેડ કોન્સ.શક્તિસિંહ તથા
પો.કોન્સ. જયતુભાઇ તથા પો.કોન્સ. કુલદિપસિંહ તથા પો. કોન્સ. તરૂણભાઇ તથા પો.કોન્સ. કરણસિંહ વિ.સ્ટાફના માણસો. જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.