ધંધુકા તાલુકાના ધોળી ગામના વતની દેત્રોજ પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યુ. - At This Time

ધંધુકા તાલુકાના ધોળી ગામના વતની દેત્રોજ પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યુ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ધોળી ગામના વતની દેત્રોજ પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યુ

દેત્રોજ પોલીસ સ્ટેશનમાં અઢી માસથી ફરજ બજાવતાં અનાર્મ
પોલીસ

કોન્સ્ટેબલનો પરિવાર લીંબડી રહે છે. જ્યારે તેઓ દેત્રોજ પોલીસ લાઈનમાં એકલા રહેતા હતા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં પડી આપઘાત કરી લેતાંના સમાચાર સાંભળી ગર્ભવતી પત્ની સહિત પરિવારજનોમાં શોક છવાયો છે.

મૂળ ધંધુકા તાલુકાના ધોળી ગામના વતની હાર્દિકભાઈ ભરતભાઈ સલીયા (ઉ.વ.27) સાત વર્ષથી અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. જેમની અઢી માસ પહેલાં અમદાવાદ જિલ્લા ગ્રામ્યના દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક થતાં પોલીસ લાઈનમાં એકલા રહેતા

હતા. હાર્દિકભાઈના પિતા ભરતભાઈ રાયાભાઈ સલીયા લીંબડીની વિવેકાનંદનગર સોસાયટીમાં રહી લીંબડી તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે. જેમના 2 દીકરા અને 1 દીકરી પૈકી સૌથી મોટા દીકરા હાર્દિકના લગ્ન રાજકોટમાં થયા હતા. પત્ની ગર્ભવતી હોઈ હાર્દિકભાઈના મા-બાપ સાથે વતનમાં પરિવાર સાથે રહેતી હતી.

તા. 13 મે 2024ની બપોરના સમયે પિતા ભરતભાઈએ પુત્ર હાર્દિકભાઈને ખબર અંતર પૂછવા માટે મોબાઈલ ફોન કર્યો હતો. જેમાં હાર્દિકભાઈએ આવતીકાલે સવારે એટલે કે, 14 મે 2024ની સવારે આવવાનું જણાવ્યું હતું. બપોરના 1:30 વાગ્યે પિતા ભરતભાઈએ હાર્દિકના મોબાઇલ ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન બંધ આવ્યો હતો. જેથી ભરતભાઈએ તેમના નજીકના ભત્રીજા અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કાનજીભાઈને હાર્દિકભાઈનો

સંપક કરવા જણાવ્યું હતું. મોડી સાંજ સુધી હાર્દિકભાઈની કોઈ ભાળ નહીં મળતાં પિતા ભરતભાઈ દેત્રોજ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. તે સમયે જાણવા મળ્યું હતું કે હાર્દિકભાઈ પોતાના રૂમ પરથી રાત્રિના 8 વાગ્યે બાઇક લઈને ક્યાંક જતા રહ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન હાર્દિકભાઈનું બાઈક દેત્રોજ પોલીસ સ્ટેશનની હદમાં કડીથી મોઢેરા તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપર ફતેપુરા મદરીસણા પુલની બાજુમાંથી મળ્યું હતું. દેત્રોજ પોલીસે શોધખોળ હાથ ધરી હતી. સવારના 8 કલાકે કેનાલના પાણીમાંથી હાર્દિકભાઇનો મૃતદેહ મળ્યો હતો. આથી ઈન્ચાર્જ પીએસઆઈ આર.એસ રબારી સહિતની પોલીસ ટીમ કેનાલ પાસે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી દેત્રોજ સામૂહિક કેન્દ્રમાં લવાયો હતો. બળવંતસિંહ ચાવડા મામલતદાર સહિત અધિકારીઓ સામુહિક આરોગ્ય કેન્દ્રદેત્રોજ પહોંચ્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.