વીરનગરના શિક્ષિકા દેવકુબેન બોરીચાને ગુજરાત ગૌરવ સન્માન - At This Time

વીરનગરના શિક્ષિકા દેવકુબેન બોરીચાને ગુજરાત ગૌરવ સન્માન


જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.આ તકે રાજકોટ જિલ્લાના જંગવડના વતની અને વીરનગરના શિક્ષિકા શ્રી દેવકુબેન દાદભાઇ બોરીચાને ગુજરાત ગૌરવ સન્માન આપી? સન્માનિત કરવામાં આવ્યા.તેમની ઉમદા શિક્ષણ શૈલી અને કર્તવ્યનિષ્ઠાની નોંધ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને અનેક સંસ્થાઓએ લીધી છે. તેઓ પ્રતિભાશાળી શિક્ષક સન્માન, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, ચિત્રકૂટ એવોર્ડ, વી.ટી.વી.બેસ્ટ ટીચર પર્સનાલિટી એવોર્ડ, શિક્ષક રત્ન એવોર્ડ, તાલુકા શિક્ષણ શાખા દ્વારા સન્માન વગેરે અનેક સન્માનો અને એવોર્ડ મેળવી ચૂકયા છે. હાલમાં જ જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા રાજ્યના શ્રેષ્ઠ કામગીરી કરતા ૧૦૦ જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું જેમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દેવકુબેન દાદભાઇ બોરીચાને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઇ જોશી તથા એકલવીરના સંપાદક તખુભાઇ સાંડસુરના હસ્તે ગુજરાત ગૌરવ સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image