વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ ઇસમોને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી. - At This Time

વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ ઇસમોને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી.


વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ ઇસમોને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી.

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ નાઓએ પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ બુટલેગરો વિરૂધ્ધ પાસા ની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી નાઓ દ્વારા પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો (૧) શીવકુભાઇ જેઠસુરભાઇ કરપડા રહે.રેફડા તથા (ર) દેવાભાઇ ઉર્ફે રાધે જગમાલભાઇ પરમાર રહે.રાણપુર (૩) જયરાજભાઇ રાજુભાઇ ગોહીલ રહે.રાણપુર વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.જીન્સી રોય નાઓએ ત્રણેય દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા ત્રણેય ઇસમોને હસ્તગત કરી તેઓનો કોવિંડ ટેસ્ટ કરાવેલ જે કોવિડ ટેસ્ટ નેગેટીવ આવતા પાસા વોરંટની બજવણી કરી આરોપી (૧) શીવકુભાઇ જેઠસુરભાઇ કરપડા રહે.રેફડા તથા (૨) દેવાભાઇ ઉર્ફે રાધે જગમાલભાઇ પરમાર રહે.રાણપુર વાળાને પાલારા(ભુજ) ખાસ જેલ ખાતે તથા (૩) જયરાજભાઇ રાજુભાઇ ગોહીલ રહે.રાણપુર વાળાને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.