વિંછીયા ની ગોમા નદી કચરાના ગંજથી ઢંકાઈ લોકમાતાની દુર્દશાથી રોષ
વિંછીયા ની ગોમા નદી કચરાના ગંજથી ઢંકાઈ લોકમાતાની દુર્દશાથી રોષ
વિંછીયા શહેરની મધ્યમાંથી પસાર થતી ગોમા નદી વર્ષો પહેલા આશરે ૧૫ ફૂટ ઊંડી હતી. જે ગોમા નદી ઉપર સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લોકોની સલામતી માટે પુલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ જેમ-જેમ વર્ષો વીતી રહ્યા છે તેમતેમ વિંછીયા ગ્રામપંચાયતની બેદરકારીના લીધે ગોમા નદી કચરાના ગંજથી ઢંકાવા લાગી છે. હાલ ગોમા નદી અને તેની ઉપર બનાવવામાં આવેલો પુલ હવે માત્ર ૩ ફૂટ શેટો રહ્યો છે. જો આ નદી અને તેની ઉપરનો પુલ બન્ને લેવલમાં આવી જશે તો વરસાદી પાણીનો નિકાલ અટકી શકે છે અને જો ચોમાસા દરમિયાન ગોમા નદીમાં ઘોડાપુર આવશે તો નદીનું બધું પાણી શહેરમાં ઘુસતા વાર નહી લાગે તેવું જાગળત લોકોનું માનવું છે. જેથી જેતે જવાબદાર તંત્ર દ્વારા વિંછીયાની ગોમા નદીની સાફ-સફાઈ કામગીરી કરવામાં આવે અને આ નદીમાં ઠલવાતો કચરો બંધ કરાવી લોકમાતાની દુર્દશાને બચાવવાની કામગીરી કરવામાં આવે તેવું જાગળત લોકો ઈચ્છી રહ્યા
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.