મહાવન માંથી વિશ્વ પ્રસિદ્ધ સંત પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”ની પોથી યાત્રા માં પધારશે
મહાવન માંથી વિશ્વ પ્રસિદ્ધ સંત પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”ની પોથી યાત્રા માં પધારશે
રાજકોટ મથુરાના ગોકુલ મહાવનમાં આવેલ ઉદાસીન કર્ષની રમણરેતિ આશ્રમનાં વિશ્વ પ્રસિદ્ધ સંત પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”ની પોથીયાત્રામાં પધારશે, તા. 23નાં રોજ વૈશ્વિક રામકથાનાં શુભારંભમાં પોતાના આશીર્વાદ પાઠવશે વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર, નિઃસંતાન,પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” નું આયોજન તા. 23 નવેમ્બર, 2024 થી 01 ડિસેમ્બર, 2024 સુધી રાજકોટમાં કરવામાં આવી રહ્યું છે. મથુરાના ગોકુલ મહાવનમાં આવેલ ઉદાસીન કર્ષની રમણરેતિ આશ્રમનાં વિશ્વ પ્રસિદ્ધ સંત પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ “માનસ સદભાવના”ની પોથીયાત્રામાં પધારશે, તા. 23નાં રોજ વૈશ્વિક રામકથાનાં મંગલાચરણમાં તેઓ પોતાના આશીર્વાદ પાઠવશે. એક આદરણીય સંત હોવા ઉપરાંત, પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ એક પ્રખ્યાત વિદ્વાન અને શાસ્ત્રોના નિષ્ણાંત છે. તેઓ જ્ઞાન અને ભક્તિના સંગમનું પ્રતીક છે. પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ ભગવાન કૃષ્ણની દિવ્ય ભૂમિમાં તેમના આશીર્વાદ અને દર્શન પ્રાપ્ત કરવા માટે પ્રવાસ કરે છે તેવા વિશ્વભરના ભક્તોને જ્ઞાન, આંતરદ્રષ્ટિ, પ્રેરણા અને દૈવી આશીર્વાદ આપે છે. તેઓ ભારત અને વિશ્વભરમાં પ્રવાસ કરીને શાસ્ત્રો અને ભારતીય સંસ્કૃતિની ઊંડી સમજ તમામ લોકો સુધી પહોંચાડે છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં , 5000 નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે. વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. 23 નવેમ્બર, 2024 થી તા. 01 ડીસેમ્બર, 2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” યોજાનાર છે. કથાનો સમય 23 નવેમ્બરે સાંજે 4 થી 6:30 વાગ્યા સુધી અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 10:00 થી 1:30 સુધીનો છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.