વાગરા: 15 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે આછોદના 11 ઝડપાયા, 3 વોન્ટેડ, આઈશર તેમજ છોટા હાથી ટેમ્પો જપ્ત
વાગરા: 15 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે આછોદના 11 ઝડપાયા, 3 વોન્ટેડ, આઈશર તેમજ છોટા હાથી ટેમ્પો જપ્ત
*એક ચોરીનો ભેદ ઉકેલાયો તો અન્ય એક શંકાસ્પદ જથ્થો મળી આવ્યો :* આઈશર ટેમ્પોમાં ચોરીના લોખંડના પાઇપો લઈ જતા 9 આરોપીઓને વાગરા પોલીસે 11,96,700/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાઇપ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. જ્યારે ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. તો બીજી તરફ શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 2 આરોપીઓને 4,18,600/- ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી તપાસ આરંભી હતી.
*પાઇપ ચોરીનો ભેદ ઉકેલાયો :* વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. તેમજ કેટલાક નવા ઔદ્યોગિક એકમો સ્થાપિત થઈ રહ્યા છે. જે માટે મોટા પાયે બહારથી ઔદ્યોગિક એકમોને લગતો મોંઘી કિંમતનો સામાન આવતો હોય છે. જેમાં કોઈ ગેરરીતિ, છેતરપીંડી કે ચોરીના બનાવો ન બને તે હેતુસર ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનને આધારે વાગરા પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેવામાં માહિતી મળી હતી, કે શંકાસ્પદ લોખંડના પાઇપ ભરેલ આઈશર ટેમ્પો મુલેર નજીકથી પસાર થવાનો છે. માહિતી મળતાજ પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. માહિતી મુજબનો આઈશર ટેમ્પો આવતાજ પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી લોખંડની પાઇપો મળી આવી હતી. જેના આધાર પુરાવા માંગતા હાજર લોકો તે રજૂ કરી શક્યા ન હતા. જેથી પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ આછોદ ગામના કુલ 07 આરોપીઓની અટક કરી 3 લોકોને ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. કે મુલેરથી દેનવા માર્ગ ઉપર આવેલ ONGC ની વેલ નંબર 142 ઉપરથી રાત્રીના સમયે વેલ્ડીંગ કરેલ પાઇપને ગ્રાઈન્ડર કટર મશીનની મદદ વડે કાપી લોખંડના 46 નંગ પાઇપ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે 4,600 કિલોગ્રામની વજનના 46 નંગ લોખંડના પાઇપ જેની આશરે કિંમત રૂપિયા 1,84,000/-, એક આઈશર ટેમ્પો જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-01-CT-7948 જેની આશરે કિંમત રૂપિયા 10,00,000/-, તથા જનરેટર, ગ્રાઈન્ડર મશીન, આરી તેમજ બ્લેડ સહિતનો ચોરીમાં વપરાયેલ સામાન જેની આસરે કિંમત રૂપિયા 12,700/- મળી કુલ 11,96,700/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી 7 આરોપીઓની અટકાયત કરી હતી.
*ઝડપાયેલા આછોદના 7 આરોપીઓ..*
1) જગદીશ માનસિંગ વસાવા, રહે, આછોદ
2) અલ્તાફ અલ્લી વોરા પટેલ, રહે, આછોદ
3) ઈરફાન અહેમદ પટેલ, રહે, આછોદ
4) આસિફ મુસ્તાક વોરા પટેલ, રહે, આછોદ
5) સંદીપ મફત વસાવા, રહે, આછોદ
6) અશોક જંડા વસાવા, રહે, આછોદ
7) રમેશ અમરસંગ વસાવા, રહે, આછોદ
8) મનોજ ગોપાલ વસાવા, રહે, આછોદ
9) સંજય રતિલાલ વસાવા, રહે, આછોદ
*વોન્ટેડ આરોપીઓ..*
1) ઈમ્તિયાઝ એહમદ દેડકા, રહે, આછોદ
2) ઇકબાલ નિજામ પઠાણ, રહે, આછોદ
3) ઝુંબેર ઉર્ફે મિલી બુચિયા, રહે, આછોદ
*શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે આછોદ ગામનાજ વધુ 2 ઝડપાયા :* વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કેશવણ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે આરોપીઓને 4 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. વાગરાથી મુલેરને જોડતા માર્ગ ઉપર આવેલ કેશવણ ચોકડી નજીક પોલીસે માહિતીના આધારે એક છોટા હાથી ટેમ્પોને અટકાવી પંચો રૂબરૂ ટેમ્પોની તલાશી લેતા તેમાં લોખંડની પાઇપો જણાઈ આવી હતી. જે મુદ્દામાલ અંગે જરૂરી આધાર પુરાવા અને બીલ માંગતા હાજર ઈસમો રજૂ કરી શક્યા ન હતા. અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબો આપી રહ્યા હતા. જેથી આ મુદ્દામાલ ચોરીનો હોવાની શંકાએ પોલીસે હાજર બંને ઈસમોની મુદ્દામાલ સાથે અટક કરી હતી. પોલીસે 18,600 ની કિંમતના 620 કિલોગ્રામ લોખંડના પાઇપો તેમજ 4 લાખની કિંમતનો એક છોટા હાથી ટેમ્પો જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-26-W-6869 મળી કુલ 4,18,600 ના મુદ્દામાલ સાથે ઝાવીદ અબ્દુલ્લા પટેલ તેમજ આસિફ ઈબ્રાહીમ પટેલ બંને રહે, આછોદ નાઓની BNSS-35(1) ડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે, કે આ પહેલા ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે આછોદ ગામના 9 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. ત્યાં અછોદ ગામનાજ વધુ બે આરોપીઓ શંકાસ્પદ મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.
રિપોર્ટર સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.