પ્રેમીકાના પિતાના ધમકીથી કંટાળી વાળંદ યુવકનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ - At This Time

પ્રેમીકાના પિતાના ધમકીથી કંટાળી વાળંદ યુવકનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ


પ્રેમિકાના પિતાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા વાળંદ યુવકે માર્કેટીંગ યાર્ડ સામે આવેલ બંગડીના કારખાનામાં ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતો. બનાવ અંગે થોરાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરીયાદી અનીલભાઈ ઈશ્ર્વરભાઈ પનારા (ઉ.વ.23) (રહે. પેડક રોડ, કેયુર પાર્ક મેઈન રોડ) એ જણાવ્યું હતું કે ગઈ તા. 14ના કનકરોડ પર હતો ત્યારે ધસી આવેલા હિતેષ પરમારે મારા ઘર પાસે દેખાતો નહી નહિતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ગત બપોરે હું મોબાઈલ ચાર્જ કરવા માટે કનકનગર રોડ પર આવેલ એસકુમાર હેર આર્ટમાં ગયેલ હતો ત્યારે ફરીથી હિતેષ ત્યાં આવેલ હતા અને ફરીથી જાનતી મારી નાખવાની ધમકી આપી હતી.
જે બાદ તે વાત તેના મિત્ર સચીન ચૌહાણ અને રોહીત અશ્ર્વીન બારૈયાને જાણ કરી હતી. જે બાદ સાંજના સાત વાગ્યે હુ માર્કેટયાર્ડ સામે આવેલ બંગડીના કારખાનામાં હતો ત્યારે હિતેષના ત્રાસથી કંટાળીને ફીનાઈલ ગટગટાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફરીયાદી અનીલને હિતેષ પરમારની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો જેને પાંચ મહીના પહેલા ભગાડી ગયેલ હતો જે અંગે થોરાળા પોલીસમાં ફરીયાદ નોંધાતા, પોલીસે બંન્ને તારાપુર પાસેથી પકડીને યુવતીને વાલીને પરત કરી હતી. જે બાબતનો ખારરાખી હિતેશ પરમાર અનિલને અવાર-નવાર ધમકી આપતા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.