રાજકોટની સિવિલમાં વધુ એક નવું બિલ્ડિંગ બનશે ગંભીર રોગના દર્દીઓ માટે 200 બેડની અલાયદી હોસ્પિટલ માટે 27 કરોડ મંજૂર
સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા ઢેબર સેનેટોરિયમની જગ્યા પસંદ કરાઈ, એકસાથે 3 નવા પ્રોજેક્ટની શરૂઆતથી સત્તાધીશો દોડતા થયા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક નવી હોસ્પિટલ માટે પણ ગ્રાન્ટ આવી હતી. હવે ત્રીજી બિલ્ડિગ બનાવવા માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ આપીને સિવિલના સત્તાધીશોને દોડતા કર્યા છે. નવી બિલ્ડિંગમાં માત્રને માત્ર ગંભીર દર્દીઓની જ સારવાર કરવામાં આવશે. તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલને ઢેબર સેનેટોરિયમની જગ્યા ફાળવવામાં આવી છે. આ સ્થળનો મહત્તમ ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી હતી. આ દરમિયાન રાજ્ય સરકારે સિવિલ માટે ક્રિટિકલ કેર બ્લોક બનાવવા માટેની 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.