સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું - At This Time

સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું


જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મોડેલ સ્કૂલ ખાસ રોડ બોટાદ ખાતે અભ્યાસ કરી રહેલા લગભગ 150 જેટલા બાળકોમાંથી જે જે વિદ્યાર્થી ઓના દાંતમાં દુખાવો તેમજ દાંતને લગતા રોગોની પીડાતા હોય તેઓની ડો. પ્રશાંત કળથિયા સાહેબ દ્વારા ત્યાં જ નિદાન કરી અને જરૂરી માર્ગદર્શન અને દવા પૂરી પાડવામાં આવી આ ડેન્ટલ કેમ્પમાં શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના દાંતની સારવાર કરાવેલ આ ડેન્ટલ ચેકઅપ કાર્યક્રમમાં ગ્રુપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઇ રોજેસરા,ડી.એ. દિપકભાઈ મનસુરભાઈ ખલ્યાણી હાજર રહેલ. આ સમગ્ર કાર્યક્રમમાં મોડેલ સ્કૂલના આચાર્ય વિક્રમસિંહ પરમાર તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.