દામનગરમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પ યોજાયો.
દામનગરમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પ યોજાયો.
દામનગર ગુજરાત રાજ્ય સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ વિભાગ અમરેલીના માર્ગદર્શન તળે દામનગર પોલીસ સ્ટેશન સંચાલિત સ્ટુડન્ટ પોલીસ કેડેટના તારીખ ૧૪/૦૯/૨૪ થી ૧૬/૦૯/૨૪ દિન -૩ સુધીનો બિનનિવાસી તાલીમ કેમ્પનું દામનગર પે સેન્ટર શાળા નં -૧ માં આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં ધોરણ આઠ અને ધોરણ નવના એસપીસીના બાળકોને ખૂબ સારી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા રજાના સમયમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે કેડેટ શું બનવા માંગે છે,વિવિધ રમતો,પપેટ તથા કઠપૂતળી શો,ફિલ્મ શો,વિશેષ વ્યક્તિ દ્વારા કારકિર્દી માર્ગદર્શન, સ્વછતા, પર્યાવરણ જાગૃતિ અને સલામતી, ,સમૂહ ભોજન,પુસ્તક સમીક્ષા, બાળકો દ્વારા વિવિધ વ્યવસાયકારો ના રોલ પ્લે તેમજ બાળકોના સર્વાંગી વિકાસને અનુરૂપ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કેમ્પ દામનગર પો.સ્ટેશન પી.આઇ. રાવલ , કોમ્યુનિટી પોલીસ અધિકારી આર. ડી.હેલૈયા,મનીષાબેન અગ્રાવત તેમજ દ્રીલ ઇન્સ્ટ્રક્ટર આશાબેન દ્વારા કેડેટને માર્ગદર્શન પૂરું પાડી કેમ્પને સફળ બનાવેલ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.