રાજુલા ના ભેરાઇ ગામના આગેવાનો અમરેલી સાંસદ ની કરી ખાસ મુલાકાત
રાજુલા ના ભેરાઇ ગામના આગેવાનો અમરેલી સાંસદ ની કરી ખાસ મુલાકાત
ગેસ ની પાઇપ લાઇન બાબતે કરી રજુવાત
રાજુલા તાલુકાના ભેરાઈ ગામે કંડલા ગોરખપુર ગેસની પાઇપલાઇન નીકળે છે જે ગુગલ પર સર્વે કરી આડેધડ નાખવામાં આવી રહી હોય એ બાબતે સાંસદ ભરતભાઈ સુતરિયા ને ભેરાઈ ગામના યુવા સરપંચ વાલભાઈ રામ ઉપસરપંચ શિવાભાઈ રામ સહીતના ગ્રામજનોએ રજુઆત કરેલ કે હાલમાં જે ગેસ લાઇન નખાઈ રહેલ છે જે ખેડૂતો ની કિંમતી જમીનમાં ભેરાઈ થી નિગાળા વચ્ચે આડેધડ માપણી કરી નાખવામાં આવનાર છે જેના બદલે ભેરાઈ ગામના જ સર્વે નંબર 603 સરકારી પડતરમાં નખાઈ તો ખેડૂતો ની કિંમતી જમીન બચી જાય અને સરકાર ને પણ ખેડૂતો ને મોંઘું વળતર ન ચૂકવવું પડે જે તે સમયે ગેસ લાઇન નો સર્વે કરવા આવનાર ની ભૂલે હાલમાં ભેરાઈ ગામના ખેડૂતોને અને સરકાર ની તિજોરીને પણ માર પડનાર હોય સર્વેની શરતચૂકતા સુધારવા સાંસદ ને રજુઆત કરેલ અને સાંસદ એ પણ ખેડૂતો માટે અંગત રસ લઈ હકારાત્મક અભિગમ અપનાવતા સંબંધિત જે તે વિભાગને સૂચના આપી રિ સર્વે કરાવવા ની ખાત્રી આપેલ
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.