****** સાબર સ્પોર્ટસ સ્ટેડિયમની ત્રણ દીકરીઓ રાષ્ટ્રીય યુવા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ માટે પસંદ કરાઇ **
સાબરકાંઠાની યશ કલગીમાં નવું મોરપીંછ ઉમેરાયું
******
સાબર સ્પોર્ટસ સ્ટેડિયમની ત્રણ દીકરીઓ રાષ્ટ્રીય યુવા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ માટે પસંદ કરાઇ
******
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર સ્પોર્ટસ સ્ટેડિયમની ત્રણ દીકરીઓ રમાણી કુમકુમ, ઝરૂ જાગૃતિ, કુકડીયા ભૂમિ આગામી માર્ચ મહિનામાં યોજાનાર ૧૮મી રાષ્ટ્રીય યુવા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ કર્ણાટકના ઉડુપી ખાતે રમાશે. જેમાં આ ત્રણ દિકરીઓ સાબરકાંઠા જિલ્લા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ ત્રણેય દિકરીઓ સાબર સ્પોર્ટસ સ્ટેડિયમ હિંમતનગર ખાતે તાલીમ મેળવી રહી છે. જેમાં રમાણી કુમકુમની પસંદગી 100 મીટર દોડ તેમજ લાંબી કૂદ, ઝરૂ જાગૃતિ 400 મીટર દોડ અને કુકડીયા ભૂમિની પસંદગી હેમર થ્રોમાં થઈ છે. અગાઉ આ દીકરીઓ નેશનલ લેવલે સારુ પ્રદર્શન કરી ચુકી છે અને રાષ્ટ્રીય યુવા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સારુ પ્રદર્શન કરી એપ્રિલ 2023માં રમાનાર યુવા એશિયન ટીમ જે ઉજબેકિસ્તાનમાં યોજાશે તેના માટે પસંદ કરવામાં આવશે.
રમત ગમત કચેરી સાબરકાંઠા અને જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આ દિકરીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.