ગઢડા ગોપીનાથજી મહારાજના તાબાના સરધાર ધામ સંચાલિત તીર્થધામ મહુવા સ્વામી. મુખ્ય મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
ગઢડા ગોપીનાથજી મહારાજના તાબાના સરધાર ધામ સંચાલિત તીર્થધામ મહુવા સ્વામી. મુખ્ય મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
મહુવા શહેરના આંગણે સ્વામી નિત્યસ્વરૂપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શન નીચે તૈયાર થયેલ ગઢડા ગોપીનાથજી મહારાજના તાબાનું સરધારધામ સંચાલિત તીર્થધામ નૂતન શિખરબધ્ધ સ્વામિનારાયણ મુખ્ય મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે તા.8/1થી તા.16/1 સુધી સંતો-હરિભક્તોની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવે. મહુવા બાયપાસરોડ ખાતે ધામધુમ પૂર્વક મહોત્સવ દરમિયાન વ્યાખ્યાનમાળાનું આયોજન
પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે તા.8/1 થી તા.16/1 સુધી સવારે 10.30 થી 11 કલાકે તથા બપોરે 5.30 કલાકે 6 કલાક દરમિયાન વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ સંતો પોતાના પ્રવચનનો લાભ આપશે. ઉજવવામાં આવશે.
પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તા.8/1ને બુધવારે સવારે પોથીયાત્રા નિકળશે. 9.30 કલાકે મહોત્સવનું ઉદ્દઘાટન થશે. તેમજ સ્વાગત નૃત્ય, કથા પ્રારંભ,ધનશ્યામ પ્રાગટયોત્સવ, મહુવા આગમન મહોત્સવ અન્નકુટોત્સવ ફુલદોલોત્સવ રાસોત્સવ : નગરયાત્રા
મૂર્તિ પ્રાતિષ્ઠા શુભ મુહૂર્તમાં, મહોત્સવ પૂર્ણાહૂતિ બપોરે 12 કલાકે, યજ્ઞ પૂર્ણાહૂતિ વગેરે કાર્યક્રમો યોજાશે.
તેમજ રાત્રિ કાર્યક્રમ રાત્રે 9 થી 11 કલાકે તા.8/1ને બુધવારે આફ્રિકન ધમાલ નૃત્ય શો. તા.9/1ને ગુરૂવારે હાસ્ય-ભજન સંધ્યા, તા.10/1ને શુક્રવારે ટેલેન્ટ શો,
તા.1/4ને શનિવારે હાસ્ય-સાહિત્ય ડાયરો, તા.12/1ને રવિવારે મહા રાસોત્સવ, તા.13/1ને સોમવારે મેજિક શો, તા.14/1ને મંગળવારે હાસ્ય-ભજન ડાયરો, તા.15/1ને બુધવારે સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કાર્યક્રમો યોજાશે.
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કથામૃતનું રસપાન, દેવ દર્શન, શ્રી હરિ યજ્ઞ દર્શન, સંતદર્શન, મહાઅભિષેક દર્શન. અન્નકૂટ દર્શન તથા દિવ્ય પ્રદર્શનનો લાભ લેવા સમસ્ત સંતમંડળ સરધારાધામ વતી મુખ્ય કમિટી દ્વારા સત્સંગીઓને અનુરોધ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.