સાબરકાંઠા............... વડાલી શહેરથી આશરે સાત થી આઠ કિલોમીટર અંદર નાદરી અને મોરડ ગામ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ મોરજેર કે જે અત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે - At This Time

સાબરકાંઠા…………… વડાલી શહેરથી આશરે સાત થી આઠ કિલોમીટર અંદર નાદરી અને મોરડ ગામ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ મોરજેર કે જે અત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે


સાબરકાંઠા...............
વડાલી શહેરથી આશરે સાત થી આઠ કિલોમીટર અંદર નાદરી અને મોરડ ગામ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ મોરજેર કે જે અત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે
અહીં લીલી વનરાઈઓમાં મોરના ટહુકા સાથે પક્ષીઓનો કિલકિલાટ અને ભજનની રમઝટ આવનાર શ્રદ્ધાળુ માટે આનંદદાયક બની રહે છે
આ સ્થળ પર છેલ્લા ચાર પાંચ વર્ષથી શ્રાવણ મહિનામાં દર સોમવારે ભજન અને સાથે સાથે ભોજન નો કાર્યક્રમ થાય છે ત્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે
અહીં જુદા જુદા સંતો મહંતો આવે છે અને ભક્તોને આધ્યાત્મિક વાણીનો લાભ આપે છે
અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલું આ સ્થળ દિવસેને દિવસે વિકાસ પામી રહ્યું છે અહીં વર્ષોથી ગૌ ગંગા સતત અને નિરંતર વહ્યા કરે છે આ સ્થળનું વર્ષોથી મહત્વ રહેલું છે જેને લઈને દૂર દૂરથી લોકો અહીં આવી રહ્યા છે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સરકાર શ્રી દ્વારા રસ લેવામાં આવે તો મોટું પ્રવાસન સ્થળ બની શકે તેમ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.