નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની નવીન પહેલ, શહેરીજનો ઘર આંગણે મેળવતા થયા સરકારની સેવાઓ
નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની નવીન પહેલ, શહેરીજનો ઘર આંગણે મેળવતા થયા સરકારની સેવાઓ
લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ, વડીલોએ ધારાસભ્ય ઉપર વરસાવ્યા આશીર્વાદ. આવતા શનિવારે જેસિંગપરા તેમજ આવતા રવિવારે લાઠી રોડ ખાતે મેગા કેમ્પનું આયોજન. લોકોને સરકારની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે ધારાસભ્યે વહીવટી તંત્રને લોકોના દ્વારે પહોંચાડ્યુ સ્થાનિક નગરપાલિકાના સદસ્યો, બુથના કાર્યકરો સહિત તમામ લોકો સહભાગી થયા.
અમરેલી : અમરેલી વિધાનસભાના ઉર્જાવાન અને લોકલાડીલા ધારાસભ્ય જેના હૈયે હંમેશા નાગરિકોનું હિત વસેલું છે તેવા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ઘરઆંગણે ઈ-કેવાયસી અને વડીલો માટેના આયુષમાન વયવંદના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરના વોર્ડ નંબર 3 ખાતે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર પાસે તેમજ વોર્ડ નંબર 11 મા ખેડૂત તાલીમ કેન્દ્ર ,પટેલ સંકુલ પાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ એક દિવસીય કેમ્પને ભવ્ય પ્રતિસાદ સાપડ્યો હતો. જેમાં અંદાજિત 1100થી પણ વધુ લાભાર્થીઓ કેમ્પમાં સહભાગી થયા હતા.નાગરિકોને ઘરઆંગણે મળેલી સુવિધાનો લાભ મોટી સંખ્યામા લાભાર્થીઓ મેળવ્યો હતો અને રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ અંગે કૌશિકભાઈ વેકરીયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, અમરેલી શહેરના નાગરિકો અને વિધાનસભા મતવિસ્તારના નાગરિકોની સુખાકારીને ધ્યાને લઈ એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં સરકારની સેવાઓને મેળવવા માટે નાગરિકોએ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેમજ વૃદ્ધોને કોઈ તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્રને જે તે વોર્ડમાં મોકલી વિસ્તારના નાગરિકોને ઇ-કેવાયસી તથા આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં અમરેલી શહેરના તમામ વોર્ડમાં અને અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના તમામ ગામમાં આ પ્રકારના કેમ્પ યોજી નાગરિકોને રાજ્ય સરકારની સેવાનો લાભ આપવા માટે અમે માધ્યમ બનીશું.’કેમ્પનું સફળ આયોજન કરવા બદલ અમરેલી નગરપાલિકાના સભ્યશ્રીઓ, જે તે બુથના કાર્યકર્તાઓ સહિત સ્થાનિક અગ્રણીઓએ કમર કસી હતી.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.