સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાનને સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી ચેરમેન પદે શામળભાઈ પટેલની રીપીટ કરવામાં આવ્યા.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો ની આર્થિક જીવાદોરી સમાનને સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી ચેરમેન પદે શામળભાઈ પટેલની રીપીટ કરવામાં આવ્યા તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં ચુંટણી અધિકારી ની હાજરી કરાઈ.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી ના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ પુર્ણ થઈ હતી પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી ગુંચમાં હતી અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજાયા હતા ત્યારબાદ ચૂંટાયેલા નિયામક મંડળના સભ્યો દ્વારા હાઇકોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું. ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા જિલ્લા કલેકટરને 21 દિવસમાં ચૂંટણી યોજી દેવા માટેનું સૂચન કરતા જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સાબરડેરીના બોર્ડ રૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને સીધી નજર સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર મંડાયેલી હતી જોકે સહકારી રાજકારણમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો હતો. અનેક અટકળો પણ ચાલી રહી હતી જોકે તમામ અટકળોનો આજે અંત આવ્યો. જેમાં ચુંટણી અધિકારીની હાજરીમાં બંનેની બીન હરિફ વરણી પણ કરવામાં આવી હતી.
બાઈટ- શામળભાઈ પટેલ, નવનિયુક્ત ચેરમેન, સાબરડેરી
બાઈટ- પાર્થ ગોસ્વામી, ચૂંટણી અધિકારી, સાબરડેરી.
આમ તો આજે ચેરમેન પદ માટે શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનુ એક એક ફોર્મ ભરાયુ હતુ જેના કારણે ચુંટણી અધિકારી ની હાજરીમાં બંનેની બીન હરિફ વરણી કરાઈ હતી. જોકે સાબર ડેરીના નિયામક મંડળની માર્ચ 2024 માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ૧૫ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી ગુંચમાં હતી જોકે અત્યાર સુધી બંને જિલ્લામાં અનેક પ્રકારની અટકણો ચાલી રહી હતી જેનું આજે ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ તમામ અટકરોનો અંત આવ્યો છે સાબર ડેરીના ચેરમેન પદે શામળભાઈ પટેલ સતત ત્રીજીવાર સાબર ડેરીનું સુકાન સંભાળ્યું છે જોકે વાઇસ ચેરમેન પદ પર ચૂંટાઈ આવેલ ઋતુરાજ પટેલ પ્રથમવાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા હતા અને પ્રથમ ટર્મમાં જ તેઓને પદ પર બિન હરીફ વરણી કરવામાં આવી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.