ઉમરેઠમાં પતિનું મોત થયાના 1 કલાકમાં પત્નીએ દેહ છોડ્યો
લગ્નગ્રંથિ જોડાયા બાદ પત્ની પતિને જીવનના અંત સુધી સાથ આપવા વચનબદ્ધ બનતી હોય છે. ઉમરેઠમાં 48 વર્ષના દાંપત્ય જીવન દરમિયાન પતિને હરપલે સાથ આપનાર પત્નીએ 66 વર્ષના પતિનું બિમારી મોત થયાના અેક કલાકમાં જ પત્નીઅે દેહત્યાગ કરી જાણે જીવનના અંત સુધી સાથ નિભાવવાનો કોલ પાળ્યો હતો.
ઉમરેઠના કડિયાવાડમાં રહેતા ભીખાભાઇ ઉર્ફે ઇબ્રાહીમભાઈ મહમંદભાઈ કારીગર નામના ઇસમે 66 વર્ષની ઉંમરે ટૂંકી બીમારી બાદ 4 થી ફેબ્રુઆરીએ આ દુનિયાથી વિદાય લીધી હતી. ઇબ્રાહીમભાઈ એ જીંદગીભર કડિયાકામ કરી પરીવાર નું ભરણપોષણ કર્યું હતુ, તેઓના અડતાળીસ વર્ષ પહેલા જોહરાબીબી સાથે નિકાહ થયા હતા અને આ શાદીથી તેમની ઓલાદ માં એક દીકરી હતી,જેના લગ્ન કરી દેવાયા છે . સુખ દુઃખની તડકી- છાંય વચ્ચે દામ્પત્યજીવન ચાલ્યું હતું.
4થી ફેબ્રુઆરીએ બિમારીના કારણે ઇબ્રાહીમભાઇએ આખરી શ્વાસ લીધા અને આ ફાનીદુનીયાને અલવીદા કરી દીધાના એક કલાકમાં જ પત્નીના શ્વાસ પણ થંભી ગયા હતા. એકસાથે બે જનાજા નીકળતા ફળિયામાં ગમગીની વ્યાપી ગઇ હતી. પતિ- પત્નીની કબર બાજુ-બાજુમાં જ ખોદી અંતિમવિધિ કરાઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.