છેડતી કર્યાની શંકાએ મહિલાએ કલર કામ કરતાં યુવાનને બેફામ માર માર્યો
સાધુ વાસવાણી રોડ પર શાકભાજી માર્કેટમાં છેડતી કર્યાની શંકાએ મહિલાએ કલર કામ કરતા યુવાનને બેફામ માર મારી લોહીલુહાણ કરી નાંખ્યો હતો. બનાવનો વિડીયો ભારે વાયરલ થયો હતો. બનાવ અંગે યુનિ. પોલીસે મહિલાની અટક કરી હતી.
બનાવ અંગે ગોપાલ ચોક નજીક રહેલા પ્રદીપકુમાર ઇન્દ્રજીત ચૌહાણ (ઉ.વ.રર)એ યુનિ. પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે જયોતિબેન પરેશ શાહ (રહે. પેરેમાઉન્ટ પાર્ક શેરી નં. 1, આકાશવાણી ચોક પાસે)નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગુરૂજીનગર આવાસ યોજના નજીકની શાક માર્કેટમાં હતો.
ત્યારે એક મહિલાએ કોઇ અન્ય શખ્સે છેડછાડ કરેલ હોય અને તે મહિલાને ગેરસમજ ઉભી થતા તે યુવકનો કાઠલો પકડી ગાળો આપી 15થી 20 મુકકા મારી લોહીલુહાણ કરી નાંખ્યો હતો. જે બનાવનો વિડીયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થતા પોલીસ દોડી આવી હતી અને પ્રથમ ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડયો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી પોલીસે જયોતિબેનની અટક કરી કાર્યવહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
