સિહોરના પત્રકાર કૌશિકભાઈ વ્યાસે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
આમતો જન્મદિવસ લોકો અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે સિહોર બ્રહ્મસમાજ,યુવા યુગ પરિવર્તન સંગઠન ના કારોબારી સભ્ય તેમજ પત્રકાર એવા કૌશિક વ્યાસ તથા તેમના પુત્ર ચિ. વિશ્વમ નો આજે જન્મદિવસ હોય ત્યારે હર હમેશ સેવાકીય કાર્યો સાથે જોડાયેલ કૌશિક વ્યાસ પોતાનો બર્થડે પક્ષીસેવા સાથે ઉજવણી કરી હતી જેમાં સિહોર ના પક્ષી પ્રેમીગ્રુપ સાથે પણ તેઓ સંકળાયેલા છે ત્યારે પોતાના જન્મદિનની ઉજવણી અનોખી કરવા પક્ષીપ્રેમી ગ્રુપ માં જાણ કરવામાં આવી અને દરેક સભ્યો ખભે ખભો મિલાવી સેવાકીય કાર્ય માટે ભેગા થયા હતા ત્યારે વર્ષોથી સિહોર માં પક્ષીઘર ચલાવતા રામજીદાદા ના પક્ષીતીર્થ ની મુલાકાત લઈ હજ્જારોની સંખ્યામાં કલરવ કરતા પક્ષીઓને અલગ અલગ પ્રકારના ધાન્ય(ચણ) લઈ જઈ પક્ષીઓને ખવડાવી હતી અને અનેરો આનંદ પ્રાપ્ત કર્યો હતો
સાથે સાથે પોતાના પુત્રમાં પણ પક્ષીઓ તથા અન્ય જીવો પ્રત્યે પ્રેમ ઉજાગર થાય તે હેતુ તેમને પણ આ કાર્યમાં સાથે લઈ ગયેલ રામ ટેકરી પક્ષીતીર્થ,ગૌતમેશ્વર તથા બીડ વાળા મેલડીમાં સહિત વિસ્તારમાં ચણ નાખવામાં આવી હતી સાથે પક્ષીપ્રેમી ગ્રુપ ના સભ્યો જોડાયેલા હતા આમ જન્મદિનની ઉજવણી અન્ય રીતે કરી સમાજ તેમજ લોકોને નવો રાહ ચીંધ્યો હતો.
સમગ્ર કાર્યના પ્રેરણા સ્તોત્ર એવા ધ્રુવભાઈ જાની દ્વારા આ કાર્ય માં ખૂબ મોટો સાથ સહકાર આપેલ તેમજ પક્ષીપ્રેમી ગ્રુપ,વાય.વાય.પી ગ્રૂપ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા જે સહકાર ને સેવામાં પરિવર્તિત કરી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.