બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું - At This Time

બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું


બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના. આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દાઓ ઉપર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.
આ તકે, જિલ્લા કલેક્ટરએ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓને પ્રજાલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. તેમજ પ્રશ્નોની પ્રાથમિકતાના ધોરણે સંતોષકારક જવાબ સંબંધિત અધિકારીઓ દ્વારા સમયમર્યાદામાં આપી પૂર્તતા કરવામાં આવે તે બાબતે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પેન્શન કેસ, પડતર કાગળોની સ્થિતિ તેમજ ઈ-સરકારના અમલીકણ અંગે ખાસ ભાર મૂક્યો હતો. તેમજ સરકારી નાણાંની વસૂલાત સહિત બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલ સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image