સુરત ની ગ્રીન આર્મી સંસ્થાન નો સેવાત્મક સ્નેહમિલન સમારોહ યોજાયો વર્ષ નાં ૩૬૫ દિવસ ૩૦૦ સભ્યો સંપૂર્ણ નિસ્વાર્થ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર કરતી ગ્રીન આર્મી પ્રકૃતિ અને પર્યાવરણ માટે દેવદૂત - At This Time

સુરત ની ગ્રીન આર્મી સંસ્થાન નો સેવાત્મક સ્નેહમિલન સમારોહ યોજાયો વર્ષ નાં ૩૬૫ દિવસ ૩૦૦ સભ્યો સંપૂર્ણ નિસ્વાર્થ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર કરતી ગ્રીન આર્મી પ્રકૃતિ અને પર્યાવરણ માટે દેવદૂત


સુરત ની સામાજિક સંસ્થાન ગ્રીન આર્મી નો  સેવાત્મક સ્નેહમિલન સમારોહ યોજાયો
ભારત  દેશ ની એક માત્ર એવી સંસ્થા કે જે ઉગતા પહોરે મંત્રોચાર સાથે આંઠ વર્ષથી ગુજરાત ને હરિયાળું કરવા પુરૂષાર્થ કરી રહી છે. વર્ષ ૩૬૫ દિવસ વહેલી સવારે સંપૂર્ણ નિસ્વાર્થ વૃક્ષા  રોપણ અને વૃક્ષ ઉછેર સહિત વખતો વખત રકતદાન કરતી ૩૦૦ જેટલી સભ્ય સંખ્યા ધરાવતી ગ્રીન આર્મી સંસ્થાની સેવાકિય પ્રવૃત્તિ માં જોડાયેલા તમામ સભ્યશ્રીના ઉત્સાહ ને વધુ પ્રોત્સાહન અને પ્રેરણા મળે તેવા હેતુસર તા. ૨૦/૧૦/૨૪  ને રવિવારના રોજ સેવાત્મક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહ મિલન માં મુખ્ય ઉદ્દેશ વધુ માં વધુ વૃક્ષારોપણ થાય તેમજ વધુ માં વધુ રકતદાન કરતા રહે તેવા પ્રયાસો ને આવરી લેવાયા હતા.આ સેવા ના કાર્ય કરવાનું મુખ્ય પ્રયોજન એ હતું કે હાલના સમયમાં ડેન્ગ્યુ અને અન્ય બીમારીના કારણે રક્તની ખુબ વધુ પ્રમાણમાં જરૂરિયાત પડતી હોય છે હાલના સમયમાં રકતદાન કેમ્પ બહુ ઓછા થઈ રહ્યા હોય  દિવાળી વેકેશન ચાલુ થતા રક્તદાન કેમ્પો બંધ થઈ જશે, પરંતુ રકતની જરૂરિયાત બંધ નથી થવાની, તો જરૂરીયાતમંદ ને રક્ત મળે અને અછત ને પહોંચી વળવા એક પ્રયાસ હાથ ધરી દિવાળીના વેકેશનમાં વતન જતા પહેલા રક્તદાતા રક્તદાન કરે તેવી અપીલ સાથે સમારોહ પરિસર માં યોજાયો રકતદાન કેમ્પ  વેકેશનના સમયમાં વધુ માં વધુ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા માનવતાવાદી અભિગમ થી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત કેમ્પ માં માત્ર ત્રણ કલાક નાં નજીવા સમય માં ૧૨૫ રક્ત બોટલ એકત્ર થયું

સ્નેહમિલન સમારોહ માં સુરત ની અનેક સહયોગી સંસ્થાઓ રાજકીય અગ્રણી ઉધોગપતિઓ તેમજ પ્રેસ મિડીયા એડીટરો અને લેખક વકતા ડો. અંકિતાબેન મુલાણી એ ખાસ હાજરી આપી હતી સર્વો મહેમાનો ને સન્માનીત કરવામાં આવ્યા હતા. તદુપરાંત આ સંસ્થાના ૩૦૦ થી વધુ સભ્યો ને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. સ્નેહમિલન સમારોહ ના અંતે એક જ સ્થળે એક જ સમયે એક સાથે સમસ્ત જીવાત્માનું કલ્યાણ થાય તેવા વિચારો ની આપ લે કર્યા બાદ શુધ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ એટલે કે જેના અન્ન ભેગા તેના મન ભેગા પંક્તિ ને સાર્થક કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.