રાજકોટમાં આંગડિયા પેઢી મારફતે નકલી નોટ ઘુસાડવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર તેલંગણાથી ઝડપાયો
રાજકોટની અલગ અલગ આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવ્યા બાદ અસલી ચલણી નોટ લેવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની દસથી બાર જેટલી પેઢીઓમાં આ રીતે નકલી ચલણી નોટ બજારમાં વહેતી કરવાનું અને અંદાજિત રૂ.35 લાખની રકમ બજારમાં વહેતી કરી હોવાનું ખુલ્યું હતું.
રાજકોટની એક્સિસ બેંકમાં ખાતેદાર દ્વારા રૂપિયા જમા કરાવતા જાલી નોટ મળી આવતા આ નોટ આંગડિયા પેઢી મારફત આવી હોવાનું જણાવતા પોલીસે આંગળીયા પેઢીમાં તપાસ કરતા રાજુલાના ભરત બોરીચાએ દેણું થઇ જતા તેના મિત્ર મારફત જાલી નોટ પુણેના શખ્સ પાસેથી મંગાવી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધી એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે તપાસ શરૂ કરી એક પછી એક છ આરોપીને પકડી પાડ્યા હતા. જેમાં મૂળ રાજુલાનો અને રાજકોટમાં રહેતો ભરત ઉર્ફે કિશોર મેરામ બોરીચા, બાબરાનો તેજસ ઉર્ફે ગોપાલ રાજુ જસાણી, રાજકોટનો વિમલ બિપીન થડેશ્વર, ગુરપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણી, મયૂર બિપીન થડેશ્વર અને મહારાષ્ટ્રના કમલેશ ઉર્ફે કનૈયાલાલ શિવનદાસ જેઠવાણી નામના શખ્સોનો સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.