તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા રાણપુર તાલુકાના ખસ ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું
(માહિતી બ્યુરો, બોટાદ)
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા અને આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડો.એ.કે.સિંગની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ દ્વારા તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી સા ખસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા રાણપુર તાલુકાના ખસ ગામમાં શાળા પાસે ચેકીંગની કામગીરી કરાઇ હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે 20 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 15 જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.500નો દંડ વસુલવામાં આવ્યો હતો, ઉપરાંત તમાકુથી થતાં નુકસાન અંગેની માહિતી આપતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે કે કેમ તેની ચકાસણી કરાઇ હતી.
આ કામગીરીમાં પ્રા.આ.કે આયુષ મેડિકલ ઓફિસર ડો.વિજય પરમાર તેમજ પ્રા.આ.કેન્દ્ર સુપરવાઈઝર હાર્દિકસિંહ રાઠોડ, તલાટી મંત્રી હરદીપસિંહ પરમાર,પ્રાથમિક શાળાના આચાર્ય મોબતસિંહ ચાવડા, પોલીસ વિભાગના દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી, તેમ મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.