ભારતના આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના પૂર્વ નાયબ પ્રધાનમંત્રીશ્રી લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન મળવા બદલ હૃદયપૂર્વક અભિનંદન. - At This Time

ભારતના આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના પૂર્વ નાયબ પ્રધાનમંત્રીશ્રી લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન મળવા બદલ હૃદયપૂર્વક અભિનંદન.


ભારતના આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના પૂર્વ નાયબ પ્રધાનમંત્રીશ્રી લાલ કૃષ્ણ અડવાણીજીને

ભારત રત્ન મળવા બદલ હૃદયપૂર્વક અભિનંદન.

ભારતના આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના પૂર્વ નાયબ પ્રધામંત્રીશ્રી લાલ કૃષ્ણ અડવાણીજીને
ભારત રત્ન આપવાની જાહેરાત કરી જે માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું.
ભાજપના દિગ્ગજ નેતા અને આપણા રોલ મોડેલ સમાન શ્રી લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન મળવા બદલ હૃદયપૂર્વક અભિનંદન વ્યક્ત કરતાં મને આનંદ થાય છે.
ભારતીય રાજનીતિ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ અને તેમના નોંધપાત્ર યોગદાનથી રાષ્ટ્ર પર અમીટ છાપ પડી છે. અડવાણીજીનું નેતૃત્વ ભાજપને ઘડવામાં અને તેના સામાજિક-રાજકીય ઇતિહાસના નિર્ણાયક સમયગાળામાં દેશને ચલાવવામાં મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભારત રત્ન એ તેમની દાયકાઓની નિઃસ્વાર્થ સેવા અને આપણા મહાન રાષ્ટ્રના આદર્શો પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે. આ પ્રતિષ્ઠિત સન્માન માત્ર અડવાણીજીની વ્યક્તિગત સિદ્ધિઓને જ નહીં પરંતુ ભારતના લોકતાંત્રિક માળખાને આગળ વધારવામાં તેમની ભૂમિકાની સ્વીકૃતિનું પણ પ્રતીક છે. આ માન્યતા ભવિષ્યના નેતાઓને આપણા પ્રિય રાષ્ટ્રના વિકાસ કરવા માટે પ્રેરણા આપશે.
ડો. કથીરિયા એ જણાવ્યું હતું કે નાયબ વડાપ્રધાન અને સફળ ગૃહમંત્રી તરીકે તેમની સેવાઓને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. તેમનો દયાળુ સ્વભાવ, માનવીય વર્તણૂક, વિશાળ હૃદય, પ્રેમ, જુસ્સો, દૂરંદેશી અભિગમ અને શ્રેષ્ઠ સંગઠનાત્મક ક્ષમતા તેમના ગુણો છે, જેને આપણે આપણા જીવનમાં અનુસરવા જોઈએ.વધુ માં ડો. કથીરિયાને તેમની સાથે ૧૯૯૪ થી ૨૦૦૯ સુધી અડવાણીજી સાથે નજીકથી કામ કરવાનો મોકો મળ્યો. સોમનાથ થી અયોધ્યા યાત્રા દરમ્યાન અડવાણીજી, અટલ બિહારી વાજપેયીજી સાથે નજીકનો નાતો રહ્યો છે.થોડા દિવસો પહેલા જ ડો. કથીરિયાએ અડવાણીજીને તેમના જન્મદિવસ પર शतम् जीवम् शरदम् ની શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.