સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ૩૪૯ જગ્યાઓ મંજૂર
૩૪૯ જગ્યાઓ પૈકી ૩૩૯ જગ્યાઓ ભરી દેવામાં આવી છે જ્યારે બાકીની ૧૦ જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. - પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ
વિધાનસભા સત્ર દરમિયાન સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક ગામડા સુધી ઉત્તમ આરોગ્ય સુવિધા મળી રહે તેમજ નાગરિકોને પ્રાથમિક આરોગ્ય ચકાસણી ગામમાં જ થઈ શકે તે માટે દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે છે સભ્યના પ્રશ્ન અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કરની કુલ ૩૪૯ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે જે પૈકીની ૩૩૯ જગ્યાઓ ભરવામાં આવેલી છે જ્યારે બાકીની ૧૦ જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાં કુલ ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જેમાં વઢવાણ તાલુકામાં ૩૨, લખતર તાલુકામાં ૨૫, લીંબડી તાલુકામાં ૪૦, ચુડા તાલુકામાં ૨૯, સાયલા તાલુકામાં ૪૧, મુળી તાલુકામાં ૩૫, ચોટીલા તાલુકામાં ૩૪, થાનગઢ તાલુકામાં ૧૫, ધ્રાંગધ્રા તાલુકામાં ૪૮ અને પાટડી તાલુકામાં ૫૦ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા મંજૂર કરાઈ છે જે પૈકી વઢવાણ તાલુકામાં ૩૧, લખતર તાલુકામાં ૨૫, લીંબડી તાલુકામાં ૪૦, ચુડા તાલુકામાં ૨૬, સાયલા તાલુકામાં ૩૮, મુળી તાલુકામાં ૩૪, ચોટીલા તાલુકામાં ૩૪, થાનગઢ તાલુકામાં ૧૫, ધાંગધ્રા તાલુકામાં ૪૬ અને પાટડી તાલુકામાં ૫૦ જગ્યાઓ ભરાયેલી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.