રેસકોર્ષ રીંગ રોડ ફનવર્લ્ડ સામેની શેરીમાં ગોવિંદભાઇ જ્ઞાનચંદાણીની કારનો કાચ તોડી પર્સની ચોરી
રાજકોટઃ રેસકોર્ષ રીંગ રોડ પર ફનવર્લ્ડ સામેની શેરીમાં પાર્ક કરાયેલી કારનો કાચ તોડી ચોરી કરવામાં આવી છે. ભુજના આદિપુર ખાતે એસઆરસીની ઓફિસ પાસે સ્વામિ લાલશા સોસાયટીમાં હાઉસ નં. ૩ ખાતે રહેતાં અને ગાંધીધામની ટ્રાન્સવર્ડ શીપીંગ એન્ડ લોજીસ્ટીક પ્રા.લિ.માં નોકરી કરતાં ગોવિંદભાઇ ગુરૂમુખદાસ જ્ઞાનચંદાણી (ઉ.૪૩) . ૨૩/૭ના શનિવારે રાણે પોણા નવેક વાગ્યે પત્નિ કિરણબેન, દિકરી દ્રષ્ટી અને દિકરા મનન તથા સસરા ચંદુભાઇ એમ બધા ગ્રે રંગની કીયા કાર લઇને રાજકોટ આવ્યા હોઇ અહિ રેસકોર્ષ ફરવા જવા માટે ફનવર્લ્ડની સામેની શેરીમાં કાર પાર્ક કરી લોક કરીને રાખી હતી. બધા ફરીને પરત આવ્યા ત્યારે કારનો કાચ તૂટેલો હતો અને અંદરથી ગોવિંદભાઇના પત્નિનું પર્સ ગાયબ હતું. જેમાં ૧૨ હજારની સ્માર્ટ વોચ અને ૧૫૦૦ રોકડા તથા ૧૫૦૦નો મેકઅપનો સામાન અને આધાર કાર્ડ હતાં. તેમણે ૧૦૦ નંબર પણ ફોન કરતાં પ્ર.નગરના હેડકોન્સ. કે. વી. ચાવડાએ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.