અલખધણી અન્નક્ષેત્ર આશ્રમ નરવાઈ મંદિરે રામદેવપીર મંડપ બીજ ઉજવણી પ્રસંગે રામામંડળ નું ભવ્ય આયોજન
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાંચ દેવડાના જય અલખ ઘણી રામામંડળના ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ.
ગોસા(ઘેડ)તા. ૦૧/૧૨/૨૦૨૪
પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર નવાઈ મંદિરની સાનિધ્યમાં આવેલ શ્રી અલખધણી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે તારીખ ૦૩/૧૨/૨૦૨૪ ને મંગળવાર ના રોજ નકલંગ નેજાધારી રામદેવપીર મહારાજ ના મંડપ મહોત્સવની આઠમી બીજ મહોત્સવ ઉજવણી પ્રસંગે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડાના જય અલખ ઘણી રામામંડળ નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
પોરબંદર તાલુકાના બળેજ ઘેડ ગામના અને હાલ નરવાઈ મંદિર માનવ સેવા એ જ પ્રભુ સેવા નો જીવન મંત્ર અપનાવી અલખધણી અનક્ષેત્ર ખોલી સદાવ્રત ચાલુ કરનાર લલિત બાપુએ ગોરસર ગામે આવેલ મામા પાગલ આશ્રમે રામદેવપીર મંડપ મહોત્સવની દોરી છોડાવી નરવાઈ મંદિરે અલખધણી અનક્ષત્ર આશ્રમે નકલંગ નેજાધારી રામદેવપીર મહારાજના મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. રામદેવપીર મંડપ મહોત્સવ ની દોરી છોડાવ્યા બાદ બાર બીજ ઉજવવાની હોય છે. જે અંતર્ગત આઠમી બીજ મહોત્સવ નિમિત્તે સવંત ૨૦૮૧ માગશર સુદ બીજને મંગળવાર ના તારીખ:- ૦૩/૧૨/૨૦૨૪ ના જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડાના જય અલખ ઘણી રામામંડળનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
બીજ મહોત્સવ ના સામૈયા ડીજે ને તાલે નવાગામ રાજપર ગામેથી નરવાઈ મંદિરે થી ભળદાસ આતા અને ત્યાંથી અલખધણી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવની દોરીની કરવામાં આવેલ સ્થાપનાની જગ્યાએ રામદેવપીરના જય ઘોષના નારા સાથે વિશાળ સંખ્યામાં ગોસા (ઘેડ),નવાગામ(રાજપર), ચિકાસા, નવીબંદર, રાતીયા,ઉ ટડા, બળેજ સહિતના ગામના ભાવિક ભક્તજનો જોડાશે.
બીજના સામૈયા બાદ ઉપસ્થિત ભાવિક ભક્તજનો માટે મંડપ મહોત્સવના આયોજક લલિત બાપુ તરફથી મહા પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. ત્યારબાદ સાંજના રાખેલ રામામંડળ માં ઢેબાભાઈ રબારી (અજમલરાય), હરેશભાઈ ( મીનળદેવ ), રાહુલભાઈ ( સગુણા), જીગ્નેશભાઈ ( પઢીયાર), દિનેશભાઈ( છબીલા/ પંડિત), સંજયભાઈ (હરજી ભાટી), ભુપતભાઈ ( બાળીનાથ) સહીત ના કલાકારો દ્વારા ભજન ધૂન તેમજ ધાર્મિક કાર્યક્રમોની રમઝટ બોલાવશે. ત્યારે સાંજના રાખેલ ધાર્મિક કાર્યક્રમમાં રામામંડળ ને નિહાળવા અને આઠમી બીજની ઉજવણીનો લ્હાવો લેવા, પ્રસાદી ગ્રહણ કરવા સૌ ભાવિક ભક્તજનો ને પધારવા આયોજક લલિત બાપુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.