રાજકોટ-કોઇમ્બતુર ટ્રેનમાં 25 મેથી LHB કોચ જોડાશે, યાત્રિકોને મળશે આરામદાયક અને સુરક્ષિત મુસાફરી
સૌથી લાંબી ટ્રેનો પૈકીની આ ટ્રેનમાં 19 કોચ લગાવાશે : જનરલના 4 કોચ હશે
મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પૂરો પાડવા માટે રેલવેએ રાજકોટ-કોઇમ્બતુર અને કોઈમ્બતુર-રાજકોટ ટ્રેનોમાં પરંપરાગત રેકને અત્યાધુનિક LHB રેકથી બદલવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 16613/16614 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ ટ્રેન (સાપ્તાહિક) 25 મેથી રાજકોટથી અને 23 મેથી કોઈમ્બતુરથી LHB રેક સાથે દોડશે. આ ટ્રેનમાં કુલ 19 કોચ હશે જેમાં 1 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 6 સેકન્ડ સ્લીપર, 4 જનરલ, 1 લગેજ વાન અને 1 જનરેટર વાન કોચનો સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
