ખેતરના પાકમાં સંકલિત જીવાત નિવારણ માટે ઉપયોગી થતી સોલાર લાઈટ ટ્રેપ
ખેતરના પાકમાં સંકલિત જીવાત નિવારણ માટે ઉપયોગી થતી સોલાર લાઈટ ટ્રેપ
---------------
સોલાર પેનલ સંચાલિત લાઈટના પ્રકાશથી જીવાત આકર્ષાઈને પાણી અને તેલના મિશ્રણમાં પડીને મૃત્યુ પામે છે
------------------
ખેડૂતોને સંકલિત જીવાત નિવારણ માટે મોંઘીઘાટ રાસાયણિક દવાઓના છંટકાવના ખર્ચથી મુક્તિ અપાવતી સોલાર લાઈટ ટ્રેપ
----------------
ગીર સોમનાથ, તા.૪: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો રાસાયણિક મુક્ત અન્ન ઉત્પાદન કરવા માટે અવનવા આઈડિયા અપનાવવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના પાકમાં સંકલિત જીવાતના નિયંત્રણ માટે સોલર લાઈટ ટેપ ઉપયોગી બની છે.
પ્રાકૃતિક ખેતી કરતા હસનાવદર ખેડૂત પ્રતાપભાઇ બારડ દ્વારા સોલાર લાઈટ ટ્રેપથી સંકલિત જીવાત નિયંત્રણ કરવામાં આવે છે અને મોંઘીઘાટ રાસાયણિક દવા છંટકાવમાંથી મુક્તિ મળી છે અને જીવાત નિયંત્રણ માટે નહિંવત ખર્ચ થાય છે. પ્રતાપભાઇએ ખેતરમાં સોલાર લાઈટ ટ્રેપ ગોઠવીને જીવાત નિયંત્રણ કરવામાં આવે છે.
આ સોલાર લાઈટ ટ્રેપમાં પાણી અને તેલના મિશ્રણને ભરવામાં આવે છે અને સોલાર પેનલ સંચાલિત લાઈટના પ્રકાશથી જીવાત આકર્ષાઈને પાણી અને તેલના મિશ્રિત મિશ્રણમાં પડીને મૃત્યુ પામે છે. ખેડૂતોને પણ નહિવત ખર્ચમાં પાકમાં આવતી જીવાતોના નિયંત્રણ માટે સોલાર લાઈટ ટ્રેક ઉપયોગી સાબિત થાય છે.
સોલાર લાઈટ ટેપના ઉપયોગથી પાકમાં રાસાયણિક દવાઓનું છંટકાવ કરવો પડતો નથી તેમજ પાકમાં બીજી કોઈ પણ આડઅસર થતી નથી અને નહીવત ખર્ચે સરળ રીતે જીવાત નિયંત્રણ કરી શકાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.