રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર CPના જાહેરનામાનો આજથી કડક અમલ, ટ્રાવેલ્સ સંચાલકો ગૃહમંત્રીના દ્વાર ખટખટાવશે
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી લક્ઝરી બસો માટે પ્રવેશ બંધીનો કડક અમલ આજથી કરાવ્યો છે. ત્યારે ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા પ્રવેશબંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાનગી બસોના પાર્કિંગ માટે રૈયા ચોકડી પાસે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી હોવા છતાં પ્રવેશબંધીનો નિર્ણય પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે તે અન્યાયરૂપ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.