પોરબંદર, વેરાવળ, જૂનાગઢ, બોટાદ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ - At This Time

પોરબંદર, વેરાવળ, જૂનાગઢ, બોટાદ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ


(રિપોર્ટ - ચેતન ચૌહાણ )
આગામી તહેવારોની મોસમ દરમિયાન બહેતર ક્રાઉડ મેનેજમેંટ ના ભાગરૂપે, ભાવનગર મંડળના પોરબંદર, વેરાવળ, જૂનાગઢ, બોટાદ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી તા. 29.10.2024 (મંગલવાર) થી 05.11.2024 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.દિવાળીના તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ તા. 29.10.2024 (મંગલવાર) થી 05.11.2024 સુધી અમલમાં રહેશે.નોંધનીય છે કે મુસાફરીને સરળ બનાવવા માટે, વરિષ્ઠ નાગરિકો અને તબીબી જરૂરિયાતો ધરાવતા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તે મુજબ આયોજન કરે અને તહેવાર દરમિયાન સરળ અને સલામત મુસાફરી અનુભવ માટે નવા નિયમોનું પાલન કરે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.