કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ કુલ ૪૭ પૈકી ૧૬ કેસમાં સમાધાન, ૩ કેસમાં એફ.આઈ.આર. - At This Time

કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ કુલ ૪૭ પૈકી ૧૬ કેસમાં સમાધાન, ૩ કેસમાં એફ.આઈ.આર.


રાજકોટ તા. ૧૨ જુલાઈ કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને આજરોજ લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી.
જેમાં લેન્ડ ગ્રેબિંગને અનુલક્ષીને ૪૭ કેસો પર કમિટી મેમ્બર્સ દ્વારા કેસ સ્ટડી બાદ ૩ કેસમાં એફ.આઈ.આર. નોંધવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ૨૮ જેટલા કેસ ડ્રોપ કરવામાં આવેલા છે. અન્ય ૧૬ કેસમાં સમાધાન થયેલ છે. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.