ધંધુકામાં ઝવેરચંદ મેઘાણીનું ઐતિહાસિક સ્મારક બની તૈયાર: આગામી દિવસોમાં લોકાર્પણ કરાશે - At This Time

ધંધુકામાં ઝવેરચંદ મેઘાણીનું ઐતિહાસિક સ્મારક બની તૈયાર: આગામી દિવસોમાં લોકાર્પણ કરાશે


ધંધુકામાં ઝવેરચંદ મેઘાણીનું ઐતિહાસિક સ્મારક બની તૈયાર: આગામી દિવસોમાં લોકાર્પણ કરાશે

અંગ્રેજ સરકાર સામેની આઝાદીની લડતમાં રાષ્ટ્રીય શાયરે અહીં કોર્ટમાં છેલ્લી પ્રાર્થના ગીત ગાયું હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમી તેમજ શૌર્ય ભૂમિ ધંધુકા ખાતે આવેલી જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતે મેઘાણી નીયાદો સાથે જોડાયેલ ભગ સ્મારક બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ આગામી મહિનાઓમાં થવાનું છે. સરકારી સહાયથી આ સ્મારક બનાવવામાં આવ્યું છે તથા આ સ્મારક બનાવવામાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેથાણીએ પણ સારી એવી જહેમત ઉઠાવી છે.

ધંધુકા ખાતે 28 એપ્રિલ 1930ના દિવસે ડાક બંગલા ખાતે જે હાલ જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ છે ત્યાં વિશેષ અદાલત બનાવવામાં આવી હતી. અંગ્રેજ સરકાર સામેની આઝાદીની લડત વેળાએ રાષ્ટ્ર વિરૂદ્ધના ખોટા કેસો ઝવેરચંદ મેઘાણી સામે અંગ્રેજોએ કરી વિશેષ અદાલતમાં કેસ ચળાવવામાં આવ્યો હતો. જ્યાં તે સમયના મેજિસ્ટ્રેટ ઈશાણી સમક્ષ ઝવેરચંદ મેઘાણીનો કેસ ચાલ્યો હતો. તે સમયે મેજિસ્ટ્રેટ ઈસાણીની અનુમતિ લઈને સિંધુડો પુસ્તકમાંથી હૃદય સ્પર્શી ગીત છેલ્લી પ્રાર્થના ઝવેરચંદ મેઘાણીએ ધીર ગંભીર અવાજે ગાયું હતું તે વખતે મેજિસ્ટ્રેટ ઈસાણી તેમજ ઉપસ્થિત જનમેદનીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે સમયે ઝવેરચંદ મેઘાણી સામે કોર્ટમાં કેસ ચલાવીને 2 વર્ષની સજા કરવામાં આવી હતી. જેમાં તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઝવેરચંદ મેઘાણીના સમયે લીમડાના ઝાડ નીચે કામ ચલાઉ અદાલત બનાવી કેસ ચલાવવામાં આવ્યો હતો, તે લીંમડાના વૃક્ષને ઓટલો બનાવી સ્મારક બનાવવામાં આવ્યું છે. તદુપરાંત અન્ય સ્થાનોમાં સ્મારક મંદિર, પુસ્તકાલય તેમજ ફોટોગ્રાફ નું મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં અદાલતનું પણ દ્રશ્ય ખડું કરવામાં આવ્યું છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.