ખાનપુર તાલુકામાં શિકાર કરવા આવેલ ટોળકીએ ગોરીબાર કરતા મહિલા ઈજાગ્રસ્ત
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી છાણી ગામના ખાતુ ડામોરની મુવાડી ગામે મહિલાને ગોળી વાગવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મણીબેન રાયસિંગભાઈ રાવળ નામની મહિલા તેના ગામની પાસે આવેલા જંગલ વિસ્તારમાં લાકડા વીણવા માટે ગઈ હતી. તે સમયે ડુક્કરનો શિકાર કરવા માટે આવેલી ટોળકીએ આ ગોળી ચલાવી હોવાનું અનુમાન છે. કમરના ભાગે ગોળી વાગતા 108માં મણીબેનને પહેલા એમ્બ્યુલન્સમાં લુણાવાડા લઇ ગયા, જ્યાં ડોક્ટરે દાખલ કરવાની ના પાડતા તેમને ગોધરા ખાતે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ ગોધરા હોસ્પિટલમાં પણ મણિબેનને દાખલ ન કરતા તેમને 150 કિમી દૂર વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.જયારે
મહિલાને ગોળી વાગતા કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવેલ હતી જેને લઈને 108 ઘટનાસ્થળે પહોંચી ઘાયલ મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. મહિલાને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેને લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી.ત્યારબાદ ગોધરા રીફર કરવામાં આવી હતી, ત્યારબાદ વડોદરા ખસેડવામાં આવેલ હતી
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.