કરોડોના કૌભાંડોમા સંડોવાયેલા ને જીતાડીને યાડૅની ચૂંટણીમાં ગેરરીતી - At This Time

કરોડોના કૌભાંડોમા સંડોવાયેલા ને જીતાડીને યાડૅની ચૂંટણીમાં ગેરરીતી


કરોડોના કૌભાંડોમા સંડોવાયેલા ને જીતાડીને યાડૅની ચૂંટણીમાં ગેરરીતીબિનહરીફ રીતે પોતાના માણસોને જીતાડીને પોતાના મળતીયાઓ સાથે કરોડોના મગફળી કૌભાંડોમા સંડોવાયેલાઓ સાથે ખુલ્લેઆમ સતાનો દૂરૂપયોગ કરી વિસાવદર યાડૅની ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતી થયા હોવાનું જાણવા મળેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.કેટલીક વિગતો એવી બહાર આવી છે કે સતાધીશોએ મહાભારતના શકુનીની કુટીલનીતી સ્ટાઈલથી નક્કી કરેલા ઉમેદવારોને બિનહરીફ જાહેર કરી દીધેલ છે.જાબુડીના સરપંચ લાલજી કોટડીયાએ એસ.પી. ને અરજી કરેલ હોવાનું બહાર આવેલ છે જેમાં રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ જુનાગઢ,વિનુ હપાણી,દીપક ડોબરીયા, અશ્વિન સરધારા,જયસુખ સિરોયા,દિનેશ કટારીયા સામે ફરીયાદ કરેલ છે.તેમજ પોતાની પર જાનનું જોખમ છે તેમજ તેમને યેન કેન પ્રકારે પજવણી કરવામાં આવશે એવું ફરીયાદ માં જણાવ્યું હતું તેમજ કિરીટ પટેલનો દોરી સંચાર છે તેવું પણ જણાવ્યું હતું.

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.