સાબર ડેરી ના પશુપાલકો ને સત્વરે ભાવ ફેર ચૂકવામાં આવે તે માટે બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. - At This Time

સાબર ડેરી ના પશુપાલકો ને સત્વરે ભાવ ફેર ચૂકવામાં આવે તે માટે બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.


અરવલ્લી તથા સાબરકાંઠાના જિલ્લામાં લાખો પશુ પાલકો છે જે પોતાનું ગુજરાન દૂધ ના વ્યવસાય થી ચલાવે છે તેમને હજુ સુધી ભાવ ફેર ન ચૂકવતાં જિલ્લાના ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે ત્યારે ચોમાસા ની સિજન માં ખેડૂતો ને ખેતર માં બિયારણ લાવવા માટે પણ પૈસા ઉછી પાછીના કરવા પડે તેવો વારો આવ્યો છે તો ખેડૂતો ને સત્વરે ભાવ ફેર ચૂકવાય તે માટે આજ રોજ બાયડ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર શ્રી ને આવેદન આપવામાં આવ્યું હતું..આ આવેદન પત્ર આપતી વખતે બાયડ - માલપુરના પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ,બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા,ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો તુષારભાઈ ચૌધરી,અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, બાયડ શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ મોનિક પટેલ,તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.