શિહોરના ટાણા ચોકડી વિસ્તારમાં બે દુકાનો માં ચોરી
સિહોર ના ટાણા ચોકડી પાસે આવેલ કોમ્પ્લેક્સ માં બે સિહોર ની બે મોટી હોલસેલ ની પેઢી ની ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલી દુકાનો માં ચોરી થયાની ઘટના સામે આવી છે.
સિહોર ના વિકસિત એવા એવા ટાણા ચોકડી પાસે આવેલ કોમ્પ્લેક્સ માં હજુ હમણાજ ઉદ્ઘાટન કરી શરૂ કરવામાં આવેલ એવન સ્ટોર તથા અનાજ કરિયાણાના હોલસેલર સમીર સ્ટોર એમ બન્ને મોટી પેઢી ની દુકાનો ની પાછળ ની ગ્રીલ તોડી એવન સ્ટોર માંથી અંદાજી દસ હજાર થી વધુ ની રકમ તથા સી.સી.ટી.વી.ના ડી.વી.આર તથા સમીર સ્ટોર માં વિશ હજાર ની રકમ તથા ડી.વી.આર એમ બન્ને દુકાનોમાં એકજ પ્રકારની મોડસ ઓપરેન્ડી મુજબ ચોરી કરી તસ્કરોએ પોલીસ ને પડકાર આપ્યો છે.
સિહોરના વિકસિત એવા ટાણા ચોકડી કે જે સતત ઘમધમતો વિસ્તાર કહેવાય છે રાત્રીના સમગ્ર સિહોર માં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાય છે છતાં તસ્કરો એક પછી એક પોલીસને પડકારો આપી ચોરી ને સફળ અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસ પણ આ બાબતે કશું કરી શકી નથી હાલ તપાસ હાથ ધરવામાં આવી છે નજીક ના સી.સી.ટી.વી તપાસી રહ્યા છે ત્યારે નગરજનોમાં એકજ ચર્ચા છે કે રાત્રી પેટ્રોલિંગ માં જોડાતા પોલીસ,હોમગાર્ડ તથા જી.આર.ડી ને ગ્રીલ તોડવાની ભણક પણ ન થઈ અને તસ્કરો કળા કરી ગયા.
હવે નવરાત્રી તથા દિવાળી પર્વની મુખ્ય બજારોમાં ખરીદી કરવા સિહોર સહિત આજુબાજુ પંથક ના ગ્રામજનો આવતા હોય નાના મોટા બનાવો રોજબરોજ બનતા હોય ત્યારે આ બાબતે પોલીસ ગંભીરતા લઈ લોકોને સુરક્ષિત અને ભયમુક્ત નો અહેસાસ કરાવે તે જરૂરી છે ચિલઝડપ,ચોરી વગેરેની ઘટનાઓ ને રોક લગાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.